નુકુઆલોફાઃ ટોંગામાં પાણીની અંદર જ્વાળામુખી વિસ્ફોટ થયા પછી નવો આઇલેન્ડ બન્યો છે. પહેલીવાર આ આઇલેન્ડની તસવીરો સામે આવી છે. આ ટાપુ ટોંગાના રાજધાની નુકુઆલોફાથી 45 કિમી દૂર પશ્ચિમ તરફ છે. કિંગડમ ઓફ ટોંગાની લેન્ડ અને નેચરલ રિસોર્સ મિનિસ્ટ્રી અનુસાર, આ ટાપુ 800 મીટર પહોળો અને 1.3 કિમીમાં ફેલાયેલો છે. હુંગા ટોંગા જ્વાળામુખીમાં ગત વર્ષે ડિસેમ્બરમાં બીજી વખત ભયાનક વિસ્ફોટ થયો હતો. તેના પછી આઇલેન્ડ બનવાની શરૂઆત થઇ હતી.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર