સમુદ્રમાં જમવાની મજા લેવી છે, આ છે સુવિધાપૂર્ણ અન્ડરવોટર હોટલ્સ

એમ તો તમે દુનિયાભરની અનેક હોટેલ્સમાં અને રિસોર્ટમાં ફર્યા હશો. અનેક ન જોયેલી હોટેલ્સને વિશે સાંભળ્યું પણ હશે. આધુનિક સુવિધાઓની સાથે આજે અમે આપને દુનિયાની એવી કેટલીક હોટેલ્સને વિશે બતાવવા જઇ રહ્યા છે જે સમુદ્રની અંદર બની છે અને સાથે તે પોતે પોતાનામાં ખાસ છે. આ હોટેલ્સમાં રહીને સમુદ્રની અંદર રહીને જીવનનો આનંદ લઇ શકાય છે. અહીં રહેવું એ કોઇ રોમાંચથી ઓછું નથી. આજે અમે આપને એવી જ કેટલીક હોટલ્સને વિશે બતાવી રહ્યા છીએ.

દ શિમાઓ વંડરલેન્ડ

સમુદ્રમાં જમવાની મજા લેવી છે, આ છે સુવિધાપૂર્ણ અન્ડરવોટર હોટલ્સ

આ હોટલ ચીનની સોંગજિયાંગમાં થિયાનમેંશનના પહાડોની વચ્ચે આવેલી છે. 19 ઇમારતની આ હોટલ પાણીના 100 મીટર અંદર છે અને તેમાં 380 રૂમ્સ છે. તેને બ્રિટેનની ડિઝાઇનિંગ ફર્મ એટકિન્સે ડિઝાઇન કરી છે. તેને ગુફા હોટલ પણ કહી શકાય છે.

ક્રિસેંટ હાઇડ્રોપોલિસ

સમુદ્રમાં જમવાની મજા લેવી છે, આ છે સુવિધાપૂર્ણ અન્ડરવોટર હોટલ્સ

ક્રિસેંટ હાઇડ્રોપોલિસ દુબઇની જાણીતી અંડરવોટર હોટલ છે. આ હોટલને ખાસ કરીને મોટા પરિવારના લોકો રહેવાને માટે પસંદ કરે છે. રૂમ્સથી લઇને ડાઇનિંગ એરિયા, મીટિંગ હોલ અને ઇનડોર ગેમિંગ એરિયા સુધીની ચીજો ગ્લાસથી બની છે. આ કારણે સમુદ્રની અંદરની માછલીઓ અને અન્ય જીવોને સરળતાથી જોઇ પણ શકાય છે.

હુવાફેન ફુશી

સમુદ્રમાં જમવાની મજા લેવી છે, આ છે સુવિધાપૂર્ણ અન્ડરવોટર હોટલ્સ

હુવાફેન ફુશી માલદીવની જાણીતી હોટલ છે. તેની ખાસિયત છે કે તેનું નિર્માણ પાણીની અંદર ખૂબ જ સુંદર રીતે કરાયું છે. એટલું જ નહીં આ હોટલના બહારના ભાગને ખૂબ જ સુંદર રીતે ડિઝાઇન કરાયો છે. હોટલમાં ઇનડોર સ્ટેડિયમથી લઇને સ્પા સુધીની દરેક સુવિધાઓ આપવામાં આવી છે. પાણીની અંદર બનેલી આ હોટલને કારણે સમુદ્રની સુંદરતા વધી જાય છે.

પોનેડોન અંડરવોટર

સમુદ્રમાં જમવાની મજા લેવી છે, આ છે સુવિધાપૂર્ણ અન્ડરવોટર હોટલ્સ

પ્રાકૃતિક સુંદરતાની સાથે ફિજિની આ હોટલ પર્યટકોને માટે વિશેષ રીતે આર્કષિત કરે છે. આ પોનેડોન અંડરવોટર રિસોર્ટ લોકોને માટે રહેવાની સુંદર જગ્યા છે. હોટલ પાંચ હજાર એકરના ક્ષેત્રમાં પાણીથી ઘેરાયેલી છે. એક રાત રોકાવવાને માટે ત્યાં 15 હજાર ડોલર કે તેનાથી વધારે ખર્ચ કરવો પડે છે. મોટા પરિવારના લોકો આ હોટલની મુલાકાતે આવે છે અને તેની મજા માણે છે.

માન્ટા રિસોર્ટ

Manta resort

માન્ટા રિસોર્ટ આફ્રિકાના સમુદ્રમાં 13 ફીટ અંદર આવેલું છે. હોટલમાં નાના રૂમ્સ છે અને સાથે તેમાં અનેક સુવિધાઓ આપવામાં આવી છે. આ હોટલમાં એક રાત વીતાવવાને માટે લગભગ રૂ. 60000 એટલે કે 1000 ડોલરનો ખર્ચ આવે છે. હોટલની રૂમ્સની અંદરની ઝાંખી રહેનારાને માટે આર્કષિત કરે છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,227 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 5 = 8

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>