સફેદ વાળ ને કાળા કરવાના સરળ ઉપાય

Natural black to white hair quickly, adopt the special indigenous experiment

આજકાલની ફાસ્ટ લાઈફને કારણે વાળની યોગ્ય સારસંભાળ ન થવાને કારણે અને પ્રદૂષણને કારણે વાળ નાની ઉંમરમાં જ સફેદ થઈ જાય છે. વાળ ડાઈ કરવા અથવા કાળા કરવા આ સમસ્યાનું હલ નથી. કેટલાક ઘરેલૂ નુસખાની મદદથી પણ સફેદ વાળને કાળા કરી શકાય છે. પરંતુ લોકોને આ દેશી નુસખાઓની જાણ હોતી નથી અથવા તો લોકોને માર્કેટની અવનવી પ્રોડક્ટ્સ વાપરવાની ટેવ પડી ગઈ છે. પરંતુ જો વાળને નેચરલ કાળા અને સ્વસ્થ બનાવવા હોય તો તેની સંભાળ માટે યોગ્ય ધ્યાન અને કેટલાક ખાસ દેશી પ્રયોગ અને ઘરેલૂ નુસખાઓનો પ્રયોગ કરી શકાય છે. જે સરળ હોવાની સાથે સસ્તા પણ છે અને આ ઉપાય કરવાથી તમારા વાળને વારંવાર ડાઈ અને કલર કરવાની ઝંઝટમાંથી છુટકારો મળી શકે છે.

જેથી આજે અમે તમને બતાવીશું કેટલાક એવા જ સરળ ઘરેલૂ નુસખા જેની મદદથી તમે નાની ઉંમરમાં સફેદ થયેલા વાળને ફરીવાર કાળા બનાવી શકો છો.

Natural black to white hair quickly, adopt the special indigenous experiment

વાળને દેશી રીતે કાળા કરવા માટે કેટલાક ઘરેલૂ નુસખા આ પ્રકારે છે. જેમાં સૌથી પહેલાં સૂકા આમળાને પાણીમાં પલાળીને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં એક ચમચી યુકેલિપ્ટસનું તેલ મિક્ષ કરવું. આ મિશ્રણને એક રાતમાં લોખંડના વાસણમાં રાખવું. સવારે તેમાં દહીં, લીંબૂનો રસ અને ઈંડુ મિક્ષ કરીને વાળમાં લગાવવું. 15 દિવસ સુધી આ પ્રયોગ કરવાથી સફેદ વાળ કાળા થવા લાગશે.

-આમળાનો રસ, બદામ તેલ, લીંબૂનો રસ મિક્ષ કરીને વાળના મૂળમાં લગાવવાથી વાળ ચમકીલા બને છે અને વાળ સફેદ થતાં નથી.

Natural black to white hair quickly, adopt the special indigenous experiment

-વાળમાં એલોવેરા જેલ લગાવવાથી પણ વાળ ખરતાં બંદ થઈ જાય છે અને નાની ઉંમરમાં વાળ સફેદ નથી થતાં અને સફેદ વાળ કાળા થઈ જાય છે.

-દરરોજ સવારે એક કપ આમળાનો રસ પીવાથી લાંબી ઉંમર સુધી વાળ કાળા રહે છે.

-નાની ઉંમરમાં સફેદ વાળ થઈ ગયા હોય તો એક ગ્રામ કાળા મરી લઈને થોડા દહીંમાં મિક્ષ કરીને વાળમાં લગાવવાથી વાળ કાળા થવા લાગે છે.

-ગાયના દૂધનું માખણ લઈ હળવા હાથે વાળના મૂળમાં લગાવવાથી બહુ ઝડપથી ફાયદો થાય છે.

Natural black to white hair quickly, adopt the special indigenous experiment

– નારિયેળ તેલમાં તાજા આમળાને એટલા ઉકાળવા કે તે કાળા થઈ જાય. આ મિશ્રણને ઠંડુ કરી રાત્રે સૂતી વખતે વાળમાં લગાવી સવારે વાળ ધોઈ લેવા આવું નિયમિત કરવાથી વાળ કાળા થઈ જાય છે.

– આદુ વાટીને તેમાં થોડું મધ મિક્ષ કરવું અને માથામાં લગાવવું. આ ઉપાય રોજ કરવાથી સફેદ વાળ કાળા થવા લાગે છે.

– વાળમાં રોજ સરસિયાનું તેલ લગાવવાથી વાળ હમેશાં કાળા રહે છે.

– નારિયેળ તેલમાં મીઠા લીમડાના પાન એ રીતે ઉકાળી લેવા કે પાન કાળા પડી જાય. આ તેલથી વાળના મૂળમાં માલિશ કરવાથી વાળ ભરાવદાર અને કાળા બને છે. કાળા તલ આ બધાંનું ચૂર્ણ બનમાવી લેવું અને દરરોજ 10 ગ્રામની માત્રામાં દરરોજ લેવાથી સફેદ વાળની સમસ્યા દૂર થાય છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


8,910 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 + 8 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>