જીવનમાં કોઇ પોઝિશન પર પહોંચવા માટે જોશની સાથે સાથે આત્મવિશ્વાસ પણ હોવો ખૂબ જ જરૂરી છે. માત્ર સેલ્ફ કોન્ફિડન્સ જ છે, જે તમને હિંમત હાર્યા છતાં પણ ફરીથી ઉઠવાની અને આગળ વધવાની પ્રેરણા આપે છે.
ટિપ્સઃ 1, કપડાં
તમે જે પ્રકારનું ડ્રેસ-અપ હોય છે, તેની ઇફેક્ટ પણ તમને કોન્ફિડન્સ લેવલ ઉપર પડે છે. તમે પોતે પણ કદાચ આ બાબતે ધ્યાન આપ્યું હશે કે જ્યારે કોઇ તમારાં ડ્રેસિંગ સેન્સના વખાણ કરે છે, ત્યારે તમારો કોન્ફિડન્સ વધી જાય છે. તેથી સેલ્ફ કોન્ફિડન્સનું પ્રથમ સ્ટેપ છે – ડ્રેસ વેલ.તમે જેટલા ઇમ્પ્રેસિવ દેખાશો, તમારો કોન્ફિડન્સ લેવલ એટલો જ વધારે હશે.
ટિપ્સઃ 2, ભાષા
તમે જેવી વાત કરવાનું શરૂ કરો છો, જે બોલો છો તેનું રિએક્શન સામેવાળા વ્યક્તિ આપે છે. તેથી જરૂરી છે કે તમે સમજી-વિચારીને બોલો, યોગ્ય શબ્દોનો પ્રયોગ કરો. જેથી સામેવાળા વ્યક્તિ તમારી વાત સરળતાથી સમજી શકે. આનાથી તમને પોઝિટિવ રિસ્પોન્સ પણ મળશે અને તમારો કોન્ફિડન્સ પણ વધશે. પ્રોફેશનલ અને પર્સનલ લેવલ પર વાતચીતનો અંદાજ અલગ અલગ હોવો જોઇએ.
ટિપ્સઃ 3, એજ્યુકેશન
શિક્ષા વિકાસ માટે ખૂબ જ જરૂરી છે, તમે જેટલા ભણેલા-ગણેલા હશો, સમાજમાં તમારું એટલું જ માન વધશે, ઓળખ બનશે અને તમને સન્માન મળશે. આનાથી તમારા સેલ્ફ કોન્ફિડન્સ વધે છે. તમે ચાર લોકોની વચ્ચે સરળતાથી વાત પણ કરી શકો છો. દોસ્ત, ઓફિસમાં સાથી અને પરિવારવાળા પણ તમારું સન્માન કરે છે. વધારે ભણતર, મતલબ વધારે સેલેરીના ચાન્સિસ. જો કે, એક વાતનું રાખો કે તમે તમારી ડિગ્રીઓના વધારે વખાણ ન કરો. ભણતરની સાથે મેનર્સ પણ જરૂરી છે.
ટિપ્સઃ 4, ટ્રાવેલિંગ
સેલ્ફ કોન્ફિડન્સ અને જ્ઞાનમાં વધારો કરવા માટે વધારેમાં વધારે ટ્રાવેલ કરવું પણ જરૂરી છે. આવું કરવાથી તમને અલગ-અલગ કલ્ચર અને રિતિ-રિવાજો અંગે જાણકારી મળે છે. તમે નવા નવા લોકોને મળો છો, તો તમે ઘણું બધું નવું શીખી શકો છો. તમે નવી ભાષા પણ શીખો છો. વધારે જાણકારી હોવાના કારણે સ્વાભાવિક રીતે તમારો સેલ્ફ કોન્ફિડન્સ વધે છે. ટ્રાવેલ કરવાથી તમારાં મનમાં નવા વિચાર આવે છે અને તમારાંમાં પોતાના નિર્ણયો લેવાનો વિશ્વાસ આવે છે
ટિપ્સઃ 5, કલ્ચર
તમને તમારાં કલ્ચર અંગે જાણ હોવી જરૂરી છે, તમે જ્યાં જાવ છો, ત્યાંનો પહેરવેશ કેવો છે, તેની ખાસ વાત ક્યાં છે, તમને આ તમામ વાતો અંગે જાણ હોવી જરૂરી છે. તમને તમારાં કલ્ચરની સંપુર્ણ સમજ હોવી જોઇએ. આનાથી જીવન-મૂલ્ય વિકસિત થાય છે. આ જાણકારી હોવાથી તમારાં વિચાર પોઝિટિવ બને છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર