બોલિવૂડ અભિનેતા સલમાન ખાનની ફિલ્મ ‘તેરે નામ’ માં મુખ્ય રોલ ભજવનાર દક્ષીણની અભીનેત્રી ભૂમિકા ચાવલા ખૂબ લોંગ ટાઈમ બાદ બોલીવુડમાં COME BACK કરતી જોવા મળશે.
ભૂમિકા ચાવલા ‘લવ યુ આલિયા’ નામની ફિલ્મ માં જોવા મળશે. અભિનેત્રીએ જણાવ્યું કે આ ફિલ્મમાં જેવી મારી ભીમિકા છે તેવી મે પહેલા ક્યારેય નથી નિભાવી. આ ફિલ્મ સમાજ માટે એક સારો મેસેજ છે. આ સામાજિક ફિલ્મ છે.
તમને જણાવી દઈએ કે આ ફિલ્મ માં ભૂમિકા ચાવલા ડાન્સર અને એક માતા ની ભૂમિકા ભજવશે, જે વારંવાર તેના પતિ સાથે ઝઘડતી રહેતી હોય છે. આ ફિલ્મ આવતા મહિનામાં રીલીઝ થવાની છે.
આ ફિલ્મમાં સની લિયોન પણ જોવા મળશે. ઇન્દ્રજિત લંકેશ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ માં ભૂમિકા ચાવલા, રવિચંદ્રન અને સંગીતા ચૌહાણ મુખ્ય રોલ માં જોવા મળશે. લગભગ આઠ વર્ષ બાદ ભૂમિકા કમ બેક કરી રહી છે. આ ફિલ્મ માં સની લિયોન આઈટમ સોંગ કરતી જોવા મળશે.
આગલા મહીને રીલીઝ થનાર ફિલ્મ ‘લવ યુ આલિયા’ રેડ ચેરી ફિલ્મ્સ અને મેજિક સિનેમા મોશન પિક્ચર પ્રોડક્શન ના હેઠળ બનેલ છે.