સંસ્કાર જેવી અમુલ્ય વસ્તુ પર કોઈનો અધિકાર નથી….

o-MOTHER-AND-SON-facebook-1024x681

ગામના એક કુવા પર 3 મહિલાઓ પાણી ભરી રહી હતો ।

ત્યારે એક મહીલાનો દીકરો ત્યાંથી પસાર થઇ ઘર બાજુ નીકળી ગયો ત્યારે એમની માં બોલી કે જુઓ મારો દીકરો અંગ્રેજી મિડિયમમાં ભણે છે।

થોડીવારમાં બીજી મહીલાનો દીકરો ત્યાંથી પસાર થયો અને તે પણ ઘર બાજુ નીકળી ગયો,

તે મહીલા બોલી કે જુઓ મારો દીકરો CBSE માં ભણે છે,

ત્યાં ત્રીજી મહિલાનો પુત્ર ત્યાંથી પસાર થયો,

આગળના બંને છોકરાઓની જેમ તેમણે પણ પોતાની માં સામે જોયું અને તેમની પાસે આવ્યો.

તેમની પાસેથી પાણીનું માટલું લઇ ખભે મુકયું, અને બીજા હાથમાં પાણીની ડોલ પકડીને કહ્યું કે ચાલ માં ઘેર જઇએ.

એમની માં બોલી કે મારો દીકરો ગુજરાતીમાં ભણે છે.

એમની માં ના ચહેરાનો આનંદ જોઇ બાકીની બંને માતાઓની નજર શરમથી જુકી ગઇ.

ઉપરોક્ત વાતનું તાત્પર્ય એટલું જ કે લાખો રુપિયા ખચીઁને સંસ્કાર ખરીદી શકાતા નથી.
સારું લાગે તો જરુર શેયર કરજો

Comments

comments


7,853 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 9 = 13