સંપત્તિના મામલે આ છે ચીનના ‘અંબાણી’, એક સમયે હતા સેલ્સમેન

This case is the wealth of China 'Ambani, was a salesman

તમે ભારતના અંબાણી ભાઈઓની સંપત્તિ વિશે ખૂબ સાંભળ્યું હશે, પરંતુ તમને ચીનના અંબાણી વિશે ભાગ્યે જ કંઈ ખબર હશે. ચીનના અંબાણી છે ચેંગ યૂ તૂંગ. ચેંગ યૂ તૂંગને ક્રિએટિવ બિઝનેસ આઈડિયા અને અઢળક સંપત્તિના માલિક હોવાને કારણે આવું કહેવામાં આવે છે. તેઓ બિઝનેસની દુનિયાના બેતાજ બાદશાહ છે. તેમના વિશે એવું પણ કહેવાય છે કે, તેઓ જે બિઝનેસમાં હાથ નાંખે છે, ત્યાં તેમને સફળતાં મળે છે.

93 હજાર કરોડ રૂપિયા છે સંપત્તિ, પહેલા હતાં સેલ્સમેન

ચેંગ યૂ તૂંગ ગોલ્ડ બિઝનેસ માંધાતા છે. ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ અંબાણીની સંપત્તિ પણ તેમની પાસે કંઈ નથી. ફોર્બ્સ અનુસાર ચીનના ચેન યૂ તૂંગની પાસે અનિલ અંબાણી કરતાં ત્રણ ગણી મતલબ 93 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ છે. અનિલ અંબાણીને આ વારસો તેમના પિતા પાસેથી મળ્યો છે, જ્યારે ચેંગ તો શરૂઆતમાં સામાન્ય સેલ્સમેન હતાં. પોતાની મહેનતના જોરે ચેંગ યૂ તૂંગ આજે અહીં સુધી પહોંચ્યા છે. તેમના વિશે ખાસ વાત એ છે કે, તેઓ એ જ કંપનીના માલિક છે જેમાં એક સમયે તેઓ નોકરી કરતાં હતા. ખુદ ચેન યૂ તૂંગે ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે એક દિવસ તેઓ વિશ્વના અબજોપતિઓમાં સામેલ થશે.

નામઃ ચેંગ યૂ તૂંગ
રાષ્ટ્રીયતાઃ ચીન
જન્મ સ્થળઃ શુંડે, ગુઆંગ્ડોંગ
જન્મ તારીખઃ 1925, 26 ઓગસ્ટ
વ્યવસાયઃ ઉદ્યમી
પદઃ MD (Chow Tai Fook Jewellery Company Limited)
અભ્યાસઃ DPMS, LLD in Honors, DBA in Honors and DSSc in Honors Degrees
મુખ્ય ઉપલબ્ધિઓઃ ફોર્બ્સ સામયિક અનુસાર હોંગકોંગના ચોથા સૌથી શ્રીમંત વ્યક્તિ

જ્વેલરી શોપમાં સેલ્સમેનથી માલિક સુધી

This case is the wealth of China 'Ambani, was a salesman

ચેંગની કંપની Chow Tai Fook Jewellery Company Limited

ચીનમાં બીજા વિશ્વયુદ્ધ બાદ ચાઉ તાઈ ફુક ગોલ્ડ એન્ડ જ્વેલરી ચેઇનની શરૂઆત કરી. ત્યારે મકાઉમાં એક નાનો સ્ટોર હતો, જેમાં આ જ્વેલરી શોપની શરૂઆત થઈ હતી. ચેંગ યૂ તૂંગ આ જ જ્વેલરી શોપમાં સેલ્સમેનનું કામ કરતાં હતાં. ચેંગનું કામ જોઈને સ્ટોરના માલિક ઘણાં પ્રભાવિત થયાં. તેમણે ખુશ થઈને પોતાની પુત્રી સાથે ચેંગના લગ્ન કરાવી દીધા. આ રીતે તેઓ એક સામાન્ય સેલ્સમેન કંપનીના માલિક બની ગયા. ચેને આ સ્ટોરને વિશ્વભરમાં ઓળખ અપાવી. ચેને પોતાના વ્યવસાયનું વિસ્તરણ કર્યું અને અન્ય ઘણાં ક્ષેત્રોમાં પણ બિઝનેસ સ્થાપિત કર્યો. તેમણે ઘણી પ્રોપર્ટી ખરીદી. તેમની પાસે હાલના સમયમાં 93000 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

આ છે ચેંગના મુખ્ય બિઝનેસ

This case is the wealth of China 'Ambani, was a salesman

– સિટી બસ-ન્યૂ વર્લ્ડ ફર્સ્ટ બસ
– ન્યૂ વર્લ્ડ ફેરીસ
– સીએસએલ ટેલીકોમ
– હિપ હિંગ કન્સ્ટ્રક્શન્સ
– ગોલ્ડ જ્વેલરી શોપ

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,125 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 + = 5

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>