સંતોષ જ માનવીનો સૌથી મોટો ખજાનો છે

એક વાર એક પિતા તેના તેના પુત્રને રૂમમાંથી બહાર નીકળતા જોયું, તેનો રૂમ એકદમ સાફ હતો. નવી ચાદર પાથરેલી હતી અને તેના ઉપર એક પત્ર મુકેલો હતો. આટલો સાફ રૂમ જોઇને તેના પિતા આશ્ચર્ય ચકિત થઇ ગયા. ત્યારબાદ તેને તે પત્ર ખોલ્યો. તેમાં લખ્યું હતું, ‘પ્રિય પિતા, હું ઘર છોડીને જઈ રહ્યો છુ. મને માફ કરજો. તમને હું કહેવા માંગુ છુ કે હું દિવ્યા (વર્મા અંકલની છોકરી) ને પ્રેમ કરતો હતો.પરંતુ બંને પરિવારની દુશ્મની ને જોઇને મને લાગ્યું કે તમે બધા અમારા સંબંધને લઇ ને તૈયાર નહિ હોય.

Humans are the biggest treasure satisfaction

દિવ્યા તમને અને મમ્મીને પસંદ નથી કારણકે તે દારૂ પીવે છે. પરંતુ તમે બધા નથી જાણતા કે દારૂ પીધેલા વ્યક્તિ ખોટું નથી બોલતા. હું સવારે જલ્દી એટલા માટે નીકળ્યો કે માટે તેને છોડાવવી હતી કારણ કે તે રાત્રે તેના મિત્રોની સાથે ચરસ પિતા પકડાઈ હતી અને સૌથી પહેલા તેને મને ફોન કર્યું હતો. શું આ પ્રેમ નથી? એ તમને અને મમ્મી ને ગાળો આપતી રહે છે. કારણકે તેને સાસુ સસરા પસંદ નથી. એટલે આપણા બધા માટે એ સારું છે કે આપણે બધા અલગ રહીએ.

જ્યાં સુધી વાત મારી નોકરીની છે તો તેનો બંધોબસ્ત દિવ્યાએ મને કરી આપ્યો છે. એને માને બધાના બધાના પાકીટ ચોરતા શીખવાડી દીધું છે. ઉપરાંત એના મિત્રોને ડ્રગ સપ્લાઈ કરવાનો બીઝનેસ પણ છે તો તે પણ સીખી લઈશ.

મારી જિંદગી તો સેટ છે પપ્પા. બસ, તમારા આશીર્વાદ ની જરૂર છે.

તમારો વ્હાલો દીકરો
સુમીત.

પિતાએ તેના ધ્રુજતા હાથેથી પત્રનું પાનું પલટાવ્યું તો તેના પર લખ્યું હતું કે’ ચિંતા ન કરો સામેના ઘરમાં મેચ જોઉં છુ. બસ એજ કહેવું હતું કે મારા રીઝલ્ટ(પરિણામ) કરતા પણ કઈક ખરાબ હોઈ શકે છે. એટલા માટે થોડામાં સંતોષ માનો. બાજુના ટેબલમાં મારું રીઝલ્ટ(પરિણામ) પડ્યું છે. સહી કરી દેજો મારે કોલેજમાં જમા કરાવવાનું છે.

Humans are the biggest treasure satisfaction

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,199 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 4 = 16

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>