બનાવો અલગ પ્રકારની ખજુર અને સફરજનની ખીર

સામગ્રી

74ac8336fc1b9337de44d020c9bdb017

*  ૧ કપ ટુકડા કરેલ સફરજન,

*  ૧ કપ પાણી,

*  ૧/૨ ટીસ્પૂન ખાંડ,

*  ૨ કપ લો-ફેટ મિલ્ક,

*  ૨ ટીસ્પૂન કોર્નફલોર,

*  ૧/૪ કપ સમારેલ ખજુર,

*  ૩/૪ કપ સમારેલ છાલ વાળા સફરજનના ટુકડા,

*  ૨ ટીસ્પૂન શૂગર સબ્સિટ્યૂટ.

રીત

સૌપ્રથમ એક તવામાં ટુકડા કરેલ સફરજન, પાણી અને ખાંડ નાખીને બરાબર કુક થવા દેવું. પછી ગેસ બંધ કરીને આ મિશ્રણને ઠંડુ દેવું. હવે એક તવામાં લો-ફેટ મિલ્ક લઈને તેમાંથી બે ચમચી જેટલી દૂધ એક અલગ કટોરીમાં કાઢીને તેમાં કોર્નફલોર નાખી મિક્સ કરવું.

પછી તવામાં નાખેલ આ દુધને ઉકળવા દેવું. ત્યારબાદ આમાં કોર્નફલોર વાળું દૂધ નાખી હલાવવું અને ઉકળવા દેવું. હવે આમાં સમારેલ ખજુર નાખી ધીમા તાપે પાંચ થી દસ મિનીટ સુધી ઉકળવા દેવું. આને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું.

હવે આને ગેસ પરથી ઉતારીને સમારેલ છાલ વાળા સફરજનના ટુકડા અને શૂગર સબ્સિટ્યૂટ નાખીને મિક્સ કરીને ફ્રીઝમાં ઠંડી થવા મુકવી. પછી આને સર્વ કરવી. આને ગાર્નીશ કરવા ઉપરથી સમારેલ ડ્રાયફ્રૂટના ટુકડા નાખવા.

Comments

comments


6,080 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 2