શું હું મારી પોતાની જ વેલ્યુ ન કરી શકું?

a-pegla

એક સ્ત્રી કોઈની દીકરી હોય, ત્યાં સુધી જ પોતાના માટે કદાચ વિચારે. લગ્ન બાદ એના જીવનનું કેન્દ્ર એનો પતિ બની જાય છે અને એ કારણે પતિનું આખું ફેમિલી પણ બાળકો થયા પછી તો એ પોતે પણ અસ્તિત્વ ધરાવે છે, એ વાત પણ ભૂલી જાય છે અને પછી બાળકોને ડોક્ટરની એપોઇન્ટમેન્ટ, એમને સ્કૂલ ટાઈમ, ટ્યુશન, એમની એક્સ્ટ્રા એક્ટિવિટી, લંચ બોક્સ અને પાછી ઘરની જવાબદારી તો ખરી જ.

આ બધી દોડધામમાં એના જીવનના અગત્યના 25-30 વર્ષ ક્યાં નીકળી જાય છે, એ ખબર જ નથી પડતી. આમેય એનું ઈમ્પોર્ટન્સ તો ફક્ત સેવાઓ લેવા પૂરતું મર્યાદિત હતું, કારણ કે બધા અગત્યના નિર્ણય તો એના પતિ લેતા હતા.

હવે એનું શરીર સાથે નથી આપતું, પહેલાં જેવું દોડાતું નથી, 50 વર્ષ થવા આવ્યા અને ભણીગણીને હોંશિયાર બનેલા બાળકો એમ પૂછે કે મમ્મી, તે આખી જિંદગી કર્યું શું? ખાલી ઘરમાં ટાઈમપાસ જ કર્યો ને? અરે! બાળકો તો ઠીક, પતિ પણ જ્યારે એમ કહે કે ઓફિસ જઈને કામ તો હું કરું છું, તારે શું કરવાનું હોય.

બહુ આઘાત લાગે છે એને “જેમના માટે આખું જીવન ઘસાઈ ગઈ, એ લોકો જ આવું પૂછે છે? બસ એ જ કે તેણે કરેલ દરેક કામના વળતર રુપે કોઈ રુપિયા નહોતા મળતા, એટલે?

બપોર સુધી કામ પતાવીને માંડ જમવાની થાળી લઈને બેઠી હોઉં અને બાળક આવીને કહે, મમ્મી, શીરો ખાવો છે અને પોતાની ભૂખ ભૂલી જઈને શીરો બનાવવા લાગી જવું

આવું જુદી જુદી રીતે કેટલી બધી વાર બન્યું છે. વગર વળતરે બધા સાથે અને બધા માટે જીવી, એ જ મારો ગુનો? નહિતર હું પણ 4-5 કરોડ બતાવી શકી હોત!

હવે દીકરીઓ અને દીકરાઓ પરણીને પોતપોતાના ફેમિલીમાં વ્યસ્ત છે. પતિ પોતાની રિટાયર્ડ લાઈફ મિત્રો સાથે ક્લબમાં કે નાની નાની ટુરમાં એન્જોય કરે છે.

54465434

હવે કોઈને જરુર નથી આની અને એકલી પડી ગયેલી આ સ્ત્રી પછી ડિપ્રેશનનો શિકાર થઈ જાય છે અને એટલે જ ચિડીયાપણું એ એનો સ્વભાવ થઈ જાય છે અને આમ કદાચ બધા એનાથી વધારે દૂર થઈ જાય છે.

મારે એ બધાંને તથા યંગ બાળકોની માતાઓને એટલું જ કહેવાનું કે મારી પ્યારી બહેનો, તમે એક સાથે પરિવારના દસ લોકોને સંભાળી લેતા હતા ને! તો શું તમે પોતાને સંભાળી ન શકો? બીજું કોઇ કરે, તો જ તમારી વેલ્યુ?

પોતાની વેલ્યુ જાતે કરો અને દિલથી માનો કે અત્યારે આ બધા જે છે, તેમાં મારો ફાળો ઘણો મોટો છે. હું કુટુંબ સંભાળી લેતી હતી, એટલે પતિ બહાર કમાવા જઈ શકતા હતા.

બાળકો આટલું ભણી શક્યા કારણકે હું એમની બધી સગવડો સાચવવાની સાથે એમના ભણતરમાં ધ્યાન આપી રહી હતી અને બીજી ઘણી ફરજો, જેમકે સાસરિયા… પિયરીયાં, સમાજ કે ક્યાંય ઉણી નથી ઉતરી.

હવે હું મારા માટે પણ થોડું જીવી લઉં, મારા ભૂલાઈ ગયેલા શોખ, મારું વાંચન, મે છોડી દીધેલી ઈચ્છાઓ, મારી નાની નાની ખુશીઓ….. એ બધું કરું, હવે હું મને મારી જાતને પણ ખુશ કરું અને આ વાત પતિને કરી એ રીતે જીવવાનું શરુ કરશો, તો કોઈ પ્રત્યે ફરિયાદ નહીં રહે અને મઝાથી સમય વિતાવી શકશો..!

પણ એક વાત ચોક્કસ કહીશ કે બહેનો, પોતાનો આર્થિક ભાગ ચોક્કસ પોતાની પાસે જ રાખવો, એ કોઈને ખુશ કરવા માટે આપી ન દેશો.

rejoice

Comments

comments


6,495 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 − = 0