ફક્ત USB કેબલ જ નહિ, પણ આજે મોટાભાગની એવી ઘણી બધી વસ્તુઓ હોય છે જેમાં તમને કોઈને કોઈ સિમ્બોલ કે નિશાન જોવા મળે. જોકે, આપણે હંમેશાથી આને જોઇને ઇગ્નોર કરતા હોઈએ છીએ.
એવું જરૂરી પણ નથી કે આપણે દરેક વસ્તુઓ ની પાછળ ના નિશાન વિષે જાણકારી રાખીએ. પણ, આપણે રોજબરોજ માં જે વસ્તુઓ નો ઉપયોગ કરતા હોઈએ તેના વિષે તો આપણને ખબર હોવી જ જોઈએ. જેમકે, USB કેબલ…..
ખરેખર, આ નિશાન ને જ્યોમેટ્રિક ચિન્હ કહેવાય છે. આ નિશાન એ દર્શાવે છે એક તમે એક સ્ટેન્ડર્ડ પોર્ટ સાથે ઘણા બધા ડીવાઈઝ ને કનેક્ટ કરી શકો છો. USB માં જે તીર નું નિશાન હોય છે તે Neptune (વરુણ) ના ત્રિશુલ ની કોપી છે જેણે શક્તિનું પ્રતિક માનવામાં આવે છે.
આ કેબલ ની વચ્ચે જે ગોળ નિશાન હોય છે તે એ પવારને બતાવે છે જે USB ઓપરેટ કરે છે અને જે ચોરસ નિશાન હોય છે તે વોલ્ટેજ બતાવે છે.