આપણા દેશમાં લગ્ન દરમિયાન ઘણી બધી વિધિઓ કરવામાં આવે છે. અમુક લોકો આને અંધવિશ્વાસ મને છે તો કેટલાક લોકો આ વિધિને મૂર્ખ માને છે. પરંતુ, આ વિધિની પાછળ ધાર્મિકતા ની સાથે-સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ છે. અમે આજે તમને જણાવવાના છીએ કે, લગ્નની વિધિઓ પાછળ રહેલ મહત્વ વિષે…
પીઠી
પીઠી વગર લગ્ન અધૂરા માનવામાં આવે છે. ધાર્મિક રિવાજો મુજબ લગ્નમાં પીઠી ચોળવી એ શુભ માનવામાં આવે છે. પરંતુ પીઠી ચોળવાની વિધિ પાછળ પણ એક વૈજ્ઞાનિક રહસ્ય રહેલ છે. હળદર એક કુદરતી એન્ટી બાયોટીક હોય છે, જે ત્વચાના બેક્ટેરિયાનો નાશ કરે છે.
મહેંદી લગાવવી
લગ્નમાં મહેંદી નું પણ ખાસ મહત્વ રહેલ છે. મહેંદી થી શીતળતા મળે છે. આ તમને માથાનો દુખાવો અને તાવથી રાહત આપે છે.
બંગડી પહેરવી
લગ્નમાં દુલ્હનના હાથમાં બંગડી પહેરાવવા માં આવે છે. આપણા હાથના કાંડામાં ઘણા બધા એક્યુપ્રેશર પોઈન્ટ્સ હોય છે. બંગડી પહેરવાથી આ પોઈન્ટ્સ પર દબાવ આવે છે. જે તમને તંદુરસ્ત રાખવામાં ઉપયોગી બને છે.
ફેરા ફરવા
હિન્દૂ રીતી રિવાજમાં જયારે લગ્ન થાય છે ત્યારે અગ્નિના ફેરા અવશ્ય લેવામાં આવે છે. અગ્નિ આસપાસના વાતાવરણને સ્વચ્છ રાખે છે. તે નકારાત્મક ઊર્જાને દૂર કરે છે અને હકારાત્મકતા ફેલાવે છે. આ એક શક્તિશાળી શુદ્ધિકારક બની જાય છે. તે શુદ્ધ પર્યાવરણમાં જે લોકો ઉપસ્થિત હોય છે તેમના આરોગ્ય પર ખૂબ જ સારી અસર પડે છે.