યુટ્યુબ માં વીડીયો જોવાનું બધાને પસંદ હોય છે. પરંતુ એન્ડ્રોઇડ સ્માર્ટફોન માં યુટ્યુબ પર વીડીયો જોવામાં જે વાત સૌથી ખરાબ છે તે એ છે કે, વીડીયો જોતી વખતે તમે કોઈ બીજી એપ ને ઓપન કરો કે પછી કોઈ બીજી સ્ક્રીન માં જાવ તો તે વિડીયો બંધ થઇ જાય છે.
બધી સમસ્યાનું નિવારણ હોય છે અને આ સમસ્યાથી છુટકારો મેળવવા નો ઉપાય પણ અમારી પાસે છે. જેના માધ્યમે તમે ઓફ સ્ક્રીન યુટ્યુબ વિડીયો ને પ્લે કરી શકો છો. આ ટીપ્સને અપનાવવાથી ઓફ સ્ક્રીન થતા જ વીડીયો પોઝ નહિ થાય.
મોઝીલા ફાયરફોક્સ ને ડાઉનલોડ કરો
તમારા સ્માર્ટફોન માં ગૂગલ પ્લે સ્ટોર પરથી મોઝીલા ફાયરફોક્સ બ્રાઉઝરને ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરો.
યુટ્યુબ સાઈટ પર જાઓ
હવે આ બ્રાઉઝરથી YouTube વેબસાઇટ પર જાઓ.
ડેસ્કટોપ વ્યુ
ઉપરથી જમણી બાજુ સેટિંગ્સ માં જઈને રીક્વેસ્ટ ડેસ્કટોપ સાઇટ પર ટિક માર્ક (નિશાની) કરી દ્યો.
પ્લે વિડીયો
જણાવેલ સ્ટેપ્સ ને ફોલો કર્યા બાદ હવે જયારે પણ તમે વિડીયો પ્લે કરીને ફોન લોક કરશો તો પણ તે વીડીયો બંધ નહિ થાય.
યુટ્યુબ મ્યુઝિક કી પર સબ્સ્ક્રાઇબ કરો
યુટ્યુબ મ્યુઝિક કી તમને સબસ્ક્રિપ્શન સેવા કન્ટેન્ટ નો ઑફલાઇન અને બેકગ્રાઉન્ડ ઍક્સેસ પણ આપે છે. 9.99 ડોલર દર મહિને તમને આ સેવા મળી શકે છે.