શું તમે ઇન્ટરવ્યૂ માટે જાવ છો? તો બોસને ક્યારેય ન કહેવી આ વાતો

never tell these question during interview in gujarati | Janvajevu.com

આખી દુનિયામાં કોઇપણ જગ્યાએ તમે નોકરી માટે જાઓ તો, ઇન્ટરવ્યૂ એક ખુબજ ઉગ્ર અને મુશ્કેલીનું કામ રહ્યું છે. ઇન્ટરવ્યૂ ની શરૂઆત થતા પહેલા હંમેશા બધા કેન્ડીડેડ ના મનમાં એ વાત ખુબજ ફરતી રહે છે કે, ખબર નહિ ઇન્ટરવ્યૂ માટે શું સવાલ પૂછશે? અને તેને તેના સવાલોના જવાબ કેવી રીતે આપવા. આ મુશ્કેલી કોઈપણ લોકોની સાથે થઈ શકે છે.

તમારે ચિંતા કરવાની જરૂર નથી ઇન્ટરવ્યૂ સારું જશે અને તમને તેમાં સફળતા પણ મળે તે માટે અમે તમને થોડી વાતો જણાવવાના છીએ, જે વાતો તમારે ઇન્ટરવ્યૂ માટે જાવ ત્યારે ક્યારેય ન કહેવી. જો ન કહેવાની વાતો તમે કહો તો ઇન્ટરવ્યૂ માં ફેલ થવાના ચાન્સીસ ઘણા રહે છે. તો ચાલો જાણીએ કે તે કઈ- કઈ બાબતો છે જેને ઇન્ટરવ્યૂ માં ક્યારેય ન કહેવી.

તમે કેટલું જલ્દી તમારા એમ્પ્લોઇઝને પ્રમોટ કરો છો

never tell these question during interview in gujarati | Janvajevu.com

આ વાત ક્યારેય ભૂલેચૂકે પણ ઇન્ટરવ્યૂ માં ન કહેવી. આ બોલવાથી તમારા બોસ તમારાથી ગુસ્સે થઈ શકે છે. આ સવાલ એ દર્શાવે છે કે તમે કેટલા સ્વાર્થી છો. એટલા માટે આ સવાલ પૂછવાથી બચવું.

આઈ એમ સોરી, મારે આ વિષે અત્યારે વાત કરવી છે.

never tell these question during interview in gujarati | Janvajevu.com

જયારે પણ તમે ઇન્ટરવ્યૂ આપો છો ત્યારે હંમેશા તમારી સામે બેસેલા લોકોની વાત ધ્યાનથી સાંભળવી. જોબ લેવા માટે તેની સાથે કોઇપણ પ્રકારના બિનજરૂરી સવાલો ન કરવા. આ તમારા સિદ્ધાંતો દર્શાવે છે તથા ઇન્ટરવ્યૂ લેનાર તમારા આ સવાલથી તમને રિજેક્ટ કરી શકે છે.

હું મારો બિઝનેસ ખુબ જલ્દીથી ચાલુ કરવા માંગું છુ

never tell these question during interview in gujarati | Janvajevu.com

આજકાલ ઘણી કંપનીઓ એ લોકોમાં વધારે ઇન્ટરેસ્ટ બતાવે છે, જે પોતાનો બિઝનેસ કરવા માંગતા હોય તથા જો તમે કોઇપણ પ્રકારનો બિઝનેસ કરી ચુક્યા છો, પરંતુ તમે જયારે પણ ઇન્ટરવ્યૂ આપો ત્યારે આ વાત ન કહેવી કે, હું મારો બિઝનેસ ખુબ જલ્દીથી ચાલુ કરવા માંગું છુ. આ વાતનો એ અર્થ નીકળે છે કે તમે કંપનીને શોર્ટ ટર્મ સર્વિસ આપવાના છો, તથા તમે કંપની સાથે લાંબા ગાળા સુધી નહી જોડાય શકો.

મેં ક્યારેય પણ એકલા કામ નથી કર્યું

never tell these question during interview in gujarati | Janvajevu.com

તમારું આ એક વાક્ય તમારી જવાબદારી અને ક્ષમતાઓ માં કમી બતાવે છે, જેથી તમારું ઇન્ટરવ્યૂ લેનાર એ વિચારવા લાગે છે કે આ વ્યક્તિ એકલા કામ નહિ કરી શકે તથા આને હંમેશા એક આધારની જરૂર રહેશે.

શું આપણે ઇન્ટરવ્યૂ જલ્દીથી નહિ પતાવી શકીએ, મારે બીજા ઇન્ટરવ્યૂ માટે જવાનું છે.

never tell these question during interview in gujarati | Janvajevu.com

તમે આ વાત ક્યારેય ભૂલેચૂકે પણ ઇન્ટરવ્યૂ માં ન કહો. આ પોતાના પગે કુહાડી મારવા સમાન છે. કોઈ ફ્રેશર્સ આવા પ્રકારના સવાલો તથા વાતો ઇન્ટરવ્યૂ માં કહે છે. જેને કારણે તે ઇન્ટરવ્યૂ માં રિજેક્ટ થાય છે. તેથી આ વાત તો ક્યારેય ન કહેવી.

મારામાં કોઇપણ પ્રકારની ખામી નથી

never tell these question during interview in gujarati | Janvajevu.com

જો કોઈ વ્યક્તિ એમ કહે કે મારામાં કોઇપણ પ્રકારની ખામી નથી, તો તે દુનિયાનો સૌથી મોટો જુઠ્ઠો છે. કારણકે આ દુનિયામાં કોઈપણ વ્યક્તિ એવો નથી જેનામાં કોઈ ખામી ન હોય. આ વાત તમારા ખોટા અભિગમ ને દર્શાવે છે તથા આ વાત એ જણાવે છે કે ભવિષ્યમાં તમે તમારા કોઇપણ ખોટા કામની જવાબદારી પણ નહિ લો.

જો તમે મને સિલેક્ટ ન કરો તો તમે મને ભૂલી જશો

never tell these question during interview in gujarati | Janvajevu.com

ક્યારેક-ક્યારેક એવું થાય છે કે કોઈ કંપની કોઈ કારણોસર સારા એમ્પ્લોઇઝ ને ઈન્ટરવ્યૂમાં સિલેક્ટ નથી કરતા.પરંતુ, તે તેના રીઝ્યુંમ ને અવશ્ય સંભાળી રાખે છે, જે ભવિષ્યમાં કામમાં આવે. તેથી તમે કોઇપણ જગ્યાએ ઇન્ટરવ્યૂ માટે જાઓ તો આવી વાતો ન કરવી.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


9,290 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 × 9 =