શું તમારો મોબાઈલ પાણીમાં પડી ગયો છે ? તો શું કરશો ?

Sony-Xperia-Z-Ultra-Water-Proof

આજ-કાલ ફોન આપણી જિંદગીનો એક અગત્યનો હિસ્સો બની ચુક્યો છે. ફોન વગર ભાગ્યે જ કોઈ રહી શકતા હશે. જો ભૂલથી પણ ફોન પાણીમાં પડી જાય તો ઘણી મોટી મુશ્કેલી સર્જાઈ શકે છે. ટેકનોલોજી ના આ જમાનામાં ફોન વોટરપ્રૂફ તેમજ વોટર રેજીસ્ટીંગ ની સાથે પણ આવે છે જે ઘણાં મોંઘા અને ખર્ચાળ હોય છે. જો ફોન પાણીમાં પડી જાય તો આ ઉપાય અપનાવી શકાય છે.

ફોન પાણીમાં પડી જાય તો તેને ચાલુ કરવાની કોશિષ બિલકુલ ન કરવી. જો ફોન ચાલુ હોય તો તેને સ્વીચ ઓફ કરી દેવો. પાણી ની એક બુંદ પણ અંદર ચાલી જાય તો ચિપમાં આપસમાં સરકીટ થવાથી ખરાબ થઇ શકે છે. તેમજ ફોનમાં સ્પારકીંગ પણ થઇ શકે છે. આના સિવાય જો ફોનમાં અન્ય કોઈ એસેસરીજ લગાવી હોય તો તેને હટાવી દો.

મોબાઈલ સંપૂર્ણ રીતે સુકાઈ જાય પછી જ બીજી એસેસરીજ જેવી કે મેમરીકાર્ડ, બેટરી, સીમ, બેક-કવર વગેરે નાંખવા. ફોન ની બેટરી અને એસેસરીજ કાઢ્યા પછી તેને એક સ્વચ્છ કપડાથી સાફ કરી લેવું. ફોન ના અંદરનું પાણી સુકાવવાનો સૌથી સારો રસ્તો એક ચોખા ભરેલી કટોરીમાં તેને ઉભો રાખો અને તેને તડકામાં રાખો. ચોખાથી અંદરનું તાપમાન વધે છે જે ફોનની અંદરનું પાણી સુકવી નાંખે છે. સીધો ફોન તડકામાં રાખવાથી તે ખરાબ પણ થઇ શકે છે.

જો ફોનમાં વધુ પાણી ચાલ્યું ગયું હોય તો તેને સાવધાનીપૂર્વક વેક્યુમ ક્લીનર વડે પાણી ને બહાર પણ ખેંચી શકો છો. જયારે પણ કોઈ નવી બોટલ કે ખાવા સંબંધી કોઈ ડબ્બો લેવામાં આવે છે તો તેની સાથે એક નાનું પેકેટ પણ આવે છે. જે સિલિકા જેલ નું પાઉચ હોય છે. જે બોક્સ ની અંદર કોઈ પણ પ્રકારની નમી આવવા દેતું નથી. તેને તમે બજારમાંથી ખરીદી ૧ હપ્તા માટે કટોરામાં રાખીને ફોનમાં પણ છોડી શકો છો.

Comments

comments


16,804 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 8 = 13