શું તમારા દાંત પીળા છે? સફેદ કરવા અપનાવો આ ઘરેલું ઉપાયો

આ છે પીળા દાંતોને સફેદ કરવાના ધરેલું ઉપાયો, અવશ્ય જાણો….

દાંતોમાં પીળાશ હોય એ ખુબજ જટિલ સમસ્યા છે, જે ચહેરાની સુંદરતા પર પ્રભાવ પાડે છે. ઘણી વાર દાંતોમાં પીળાશને કારણે તે આપણને હસવા માટે પણ રોકે છે. આપણામાં એક ડર પણ ઉત્પન્ન થાઈ છે કે પીળા દાંતોને લીધે કોઈ આપણો મજાક તો નહિ ઉડાવે.

લોકો હંમેશા પોતાના પીળા દાંતોને દુર કરવાનો ઉપાય શોધતા હોય છે, જેનાથી ઘણીવાર ફાયદો થાય, ન પણ થાઈ કે ઓછો પણ થાઈ છે. આજે અમે તમને પીળા દાંતોથી છુટકારો મેળવવાના ઘરેલું ઉપાયો વિષે જણાવવાના છીએ. જેથી તમને દાંતોના પીળાશથી છુટકારો મળી શકે.

પીળા દાંત થવાનું કારણ

household  remedies for yellow teeth

આપણે રોજ આપણા ચહેરાની સફાઈ કરીએ છીએ, પણ આપણે આપણા દાંતોની સફાઈ પર ખુબ ધ્યાન આપતા નથી. જેના કારણે આપણા દાંત પીળા થવા લાગે છે. પીળા દાંત થવાના ઘણા બધા  કારણો હોય શકે છે જેમકે….

૧. દાંતની યોગ્ય સફાય ન કરવી.

૨. દરરોજ બ્રશ ન કરવું.

૩. બ્રશ કર્યા વગર જ ભોજન કરવું.

૪. ખાવાની મીઠી વસ્તુઓ જેમકે, ચોકલેટ, આઈસ્ક્રીમ વગેરેનું સેવન વારંવાર કરવું.

૫. કોઇપણ પ્રકારના તમાકુ ઉત્પાદકોની વસ્તુ જેમકે ગુટકા, તમાકુ વગેરે…

૬. ધૂમ્રપાન કરવાથી.

૭. દારૂનું સેવન કરવાથી.

૮. ઠંડા પીણાનું વધારે સેવન કરવાથી.

પીળા દાંતોથી છુટકારો મેળવવાના ઉપાયો :-

લીંબુ અથવા મીઠું

household  remedies for yellow teeth

લીંબુના રસમાં એક ચમચી મીઠું નાખીને પછી થોડું સરસોનું તેલ નાખીને રોજ સવારે બ્રશ કરવાથી દાંતોમાં રહેલ પીળાશ દુર થવા લાગે છે.

તમે આ મિશ્રણને બ્રશ સિવાય તમારા હાથોથી દાંતો પર લગાવીને ઘસવાથી ફાયદો મેળવી શકો છે. આ પ્રક્રિયાનો ઉપયોગ તમે ૪ થી ૬ દિવસ સુધી કરી શકો છો.

ખાવાનો સોડા

household  remedies for yellow teeth

ખાવાના સોડાને સોડિયમ બાયકાર્બોનેટ પણ કહેવામાં આવે છે. રોજ સવારે ખાવાના સોડાના પાવડરને દાંતો પર આંગળીથી ઘસવો. ત્યારબાદ થોડા ગરમ પાણીથી ધોવાથી દાંતમાં જમા થયેલ પીળાશથી છુટકારો મેળવી શકાય છે.

લાકડીનો કોલસો (ચાર્કોલ)

household  remedies for yellow teeth

લાકડીને બાળ્યા બાદ તેમાંથી ઉત્પન્ન થતા કોલસાનું ચુર્ણ બનાવો. ત્યારબાદ આ ચુર્ણથી દાંતોની સફાઈ કરવી. આમ કરવાથી દાંતની પીળાશ દુર થાય છે. પરંતુ, આનો વધારે ઉપયોગ ન કરવો.

નારંગીની છાલ

household  remedies for yellow teeth

નારંગીની છાલને સુકવી તેનું ચૂર્ણ તૈયાર કરવું. સુકાયા બાદ આ ચૂર્ણથી બ્રશ કરવાથી દાંતોની પીળાશ દુરમાં મદદરૂપ થાય છે.

આ ઉપરાંત પીળા દાંતને દુર કરવાના કેટલાક જરૂરી પગલાઓ :-

—-> તમાકુ વગેરેના ઉપયોગને ટાળવો.

—-> રોજ પોતાના દાંતોની સારી રીતે સફાઈ કરવી.

—-> કોઇપણ મીઠી વસ્તુઓનું વધારે સેવન ન કરવું.

—-> સવારે ઉઠીને અને રાત્રે સુતા પહેલા રાતનું ભોજન લીધા બાદ દરરોજ બ્રશ કરવું.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


34,681 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 4 = 2

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>