શું તમને કમજોરી ને કારણે ચક્કર આવે છે? તો અપનાવો આ રીત

Dizziness

અચાનક આંખોમાં અંધારા આવવા, માથું ફરવું, આખી ધરતી ફરતી હોય તેવું લાગે તેને સામાન્ય ભાષામાં ચક્કર કહેવાય છે. આને અંગ્રેજીમાં ‘વર્ટીગો’ કહેવાય છે. આના કારણે આંખો સામે અંધકાર છવાઈ જાય છે.

જયારે તમે બીમાર હોવ, મગજ કામ ન કરતુ હોય, ડીપ્રેશનમાં હોવ, વધારે મૈથુન કરવું, માસિક ધર્મમાં અનિયમિતતા, મગજમાં લોહીની માત્રા ઓછી હોવી વગેરે કારણોને લીધે ચક્કર આવે છે.

*  ૨ લવિંગને ૨ કપ પાણીમાં નાખીને ઉકાળીને પીવાથી ચક્કર આવવાનું બંધ થાય છે.

*  નારિયેળનું પાણી રોજ પીવાથી ચક્કર બંધ થાય છે.

*  અનુલોમ વિલોમ પ્રાણાયામ થી ચક્કર આવવાની વ્યાધીથી હમેશા માટે છુટકારો મળી શકે છે.

*  જયારે ચક્કર આવતા હોય ત્યારે બરફ સમાન ઠંડા પાણીના ત્રણ ગ્લાસ પીવા આનાથી પણ આ સમસ્યા ટળશે.

*  સુકા આંબળાને પીસી લો. હવે ૧૦ ગ્રામ આંબળાનું ચૂરણ અને ૧૦ ગ્રામ ધાણાજીરું ના પાવડરને એક ગ્લાસ પાણીમાં નાખીને આખી રાત રહેવા દો. સવારે આને ચારણીથી ચાળીને પીવું.

*  શિયાળાની સિઝનમાં ધી અને ગોળ નું સેવન વધારે કરવું. આનાથી તમને ચક્કર નહિ.

*  ડુંગળીનો રસ સુંઘવાથી ચક્કર આવતા બંધ થાય છે.

*  ચા કે કોફીને ઓછી પીવી. આના વધારે સેવનથી પણ આ સમસ્યા થાય છે.

*  નવશેકા પાણીમાં અડધું લીંબુ અને ચપટી ખાવાનો સોડા નાખી પીવાથી પણ ચક્કર બંધ થાય છે.

*  ખાંડ અને સુકા ઘાણા ને બબ્બે ચમચી મેળવી ચાવવાથી પણ આ સમસ્યા ટળે છે.

Comments

comments


13,749 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 3