શું છે ‘ઓટોરન’ ફાઇલ અને આને કેવી રીતે ડીલીટ કરાય?

autorunfileremover_mainscreen_big

Autorun ફાઇલ પેન ડ્રાઈવ, DVD અથવા હાર્ડ ડિસ્કમાં સેવ રહે છે. જયારે તમે આને ઓપન કરો ત્યારે ફાઈલ્સમાં વાઈરસ કે બીજી કોઈ ફાઈલનો પાથ દેખાય તો તે ફાઈલ પોતાની જાતે જ ઓપન થવા લાગે છે. આના કારણે ઘણીવાર વાઈરસ પણ ઓપન થઇ જાય છે. જેથી કોમ્પ્યુટરમાં જેટલા ફોલ્ડર્સ હોય તે બધામાં વાઈરસ ચાલ્યો જાય છે.

આ પ્રકારની અમુક નકામી ફાઈલ્સ આવતી હોય અને તેને રોકવી હોય તો તમે કોઈ સોફ્ટવેર અને cmd (command prompt) નો ઉપયોગ કરી શકો છો. અહી આ સમસ્યા માટે જરૂરી ટીપ્સ આપેલ છે જેનો ઉપયોગ કરવાથી તમને આ સમસ્યાથી છુટકારો મળશે.

*  સૌથી પહેલા વિન્ડોઝ માં જઈ run ઓપન કરો અને ‘cmd’ ટાઈપ કરો અને એન્ટર પ્રેસ કરો.

*  હવે તમે cd\ ટાઈપ કરી એન્ટરનું બટન પ્રેસ કરો.

*  ત્યારબાદ attrib -h -r -s autorun.inf ટાઈપ કરી એન્ટર પ્રેસ કરવું.

*  પછી del autorun.inf ટાઈપ કરી એન્ટર પ્રેસ કરવું.

*  આ જ પ્રક્રિયા તમારે બીજી ડ્રાઈવ માટે પણ કરવી પડશે. બસ તમારે cd પછી ડ્રાઈવનું નામ એન્ટર કરવું પડશે.

Comments

comments


8,358 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + = 8