બનાવો પૌષ્ટિક ગાજર નો હલવો

સામગ્રી

carrot halwa

*  ૧ ટીસ્પૂન ઘી,

*  ૨ કપ છીણેલ ગાજર,

*  ૨ ટીસ્પૂન મિલ્ક,

*  ૪ ટીસ્પૂન ખાંડ,

*  ૪ ટીસ્પૂન માવો,

*  ૧ ટીસ્પૂન સુકી દ્રાક્સ,

*  ૧ ટીસ્પૂન ટુકડા કરેલ બદામ,

*  ૧/૨ ટીસ્પૂન એલચીનો ભૂકો,

રીત

કુકરમાં ઘી અને છીણેલ ગાજર નાખીને ચાર મિનીટ સુધી ગાજર શેકવા. પછી તેમાં મિલ્ક નાખીને મિક્સ કરી કુકરમાં એક વ્હીસલ વગાડવી.

પછી બફાયેલ આ ગાજરને કુકર માંથી કાઢી એક નોનસ્ટીક ફ્રાઈ પેનમાં નાખવા. હવે આમાં ખાંડ નાખી ફૂલ તાપે પાંચ થી સાત મિનીટ માટે કુક કરવું. આને સતત હલાવતા રહેવું.

ત્યારબાદ આમાં માવો નાખીને મિક્સ કરવું. બાદમાં આમાં સુકી દ્રાક્સ, ટુકડા કરેલ બદામ અને એલચીનો ભૂકો નાખીને મિક્સ કરવું. હવે આને સર્વ કરો.

Comments

comments


6,717 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 − 1 =