શિયાળામાં ચ્યવનપ્રાશ ખાવાના છે જબરદસ્ત ફાયદાઓ…

chyamanprash514

શિયાળામાં લોકો વધારે ચ્યવનપ્રાશ નું સેવન કરે છે. આયુર્વેદિક જડીબુટ્ટીઓ થી બનેલ ચ્યવનપ્રાશ ઘણાબધા રોગોને છુટકારો અપાવે છે. શરીરને બીમારીઓથી લડવા માટે તેને અંદરથી મજબૂત બનાવે છે.

આયુર્વેકમાં આનું ઘણું મહત્વ છે. ચ્યવનપ્રાશ ને બનાવવા માટે ૪૦ થી ૫૦ ઘટક તત્વોની જરૂરપડે છે. નીચે આના સેવનથી થતા ફાયદાઓ દર્શાવેલ છે.

*  બાળકો હોય કે વૃધ્ધ, જો કોઈ પણ આનું સેવન કરે તો તેમની યાદશક્તિ વધે છે.

*  ભોજન સારી રીતે પચાવવા માટે આનું સેવન કરવું. આનાથી ઈમ્યુન સીસ્ટમ બુસ્ટ થાય છે. શરીરને કોઇપણ પ્રકારના ઇન્ફેકશનથી આ બચાવે છે.

*  ચ્યવનપ્રાશ ની તાસીર ગરમ હોય છે તેથી આ શિયાળામાં તમને ઠંડીથી બચાવશે.

*  ચ્યવનપ્રાશ થી ઘણા સમયથી ગળામાં જામેલ કફની સમસ્યા પણ દુર થાય છે. તમે આને ગરમ દુધમાં નાખીને પણ પી શકો છો.

*  આજકાલ વધતા કોલેસ્ટ્રોલ ને લઇ ઘણા લોકો પરેશાન રહે છે. જો તમે પણ આમાંથી એક હોવ તો રોજ એક ચમચી ચ્યવનપ્રાશનું સેવન કરો. આનાથી રક્તનો પ્રવાહ સારો થાય છે અને હૃદય સાથે જોડાયેલ સમસ્યા પણ દુર થાય છે.

Chyawanprash_Recipe_624043902

*  ચ્યવનપ્રાશ માં સૈપોનીન્સ ની સારી માત્રા હોય છે. જે પેટના કેન્સરને દુર કરે છે.

*  ઘણા લોકો આનું સેવન નથી કરતા કારણકે તેમને લાગે છે કે આનાથી તેમનું વજન વધશે. જોકે, આ વાત ખોટી છે આનાથી વજન નથી વધતો. આને દિવસમાં તમે ૧ ચમચી ખાઈ શકો છો. વધારેમાં વધારે ૨ ચમચી.

*  જો તમારા માથાના વાળ સફેદ થતા હોય તો તમે આનું સેવન કરી શકો છો. આનાથી વાળ કાળા થશે. આ સિવાય આ નખને મજબુત પણ બનાવે છે.

*  આને બનાવવામાં સૌથી વધુ મહત્વનો ભાગ આંબળા છે. કારણકે આમાં એન્ટી-ઓક્સીડેન્ટ અને વિટામીન સી રહેલ હોય છે. જે રોગપ્રતિકારક ક્ષમતા ને મજબુત કરે છે.

*  આ તમને પેટ સાથે જોડાયેલ સમસ્યા માં આરામ આપશે. તેથી સવારે અને સાંજે આનું સેવન કરવાનું ન ભૂલવું. આનું સેવન કરવાથી તમને કબજીયાતની સમસ્યા માં પણ આરામ મળશે.

Comments

comments


5,350 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 × = 49