શિયાળામાં ખાવ ગોળ, આના છે અનેક ફાયદાઓ

gud

ગોળને નેચરલ સ્વીટ તરીકે ઓળખવામાં આવે છે. ગોળમાં એવા ઘણા લાભદાયી ગુણધર્મો હોય છે જે સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી છે. ગોળ સ્વાદની સાથે સાથે આરોગ્યનો પણ ખજાનો છે. શિયાળામાં ગોળની માંગ વધવા લાગે છે, લોકો આને ખુબ ઉલ્લાસથી ખાય છે. આજે અમે તમને ગોળના કેટલાક ફાયદાઓ વિષે જણાવવાના છીએ.

૧. ગોળએ મેગ્નેશિયમનો એક સારો સ્રોત છે. ગોળ ખાવાથી સ્નાયુઓ, મજ્જાતંતુઓ અને રક્તવાહિનીઓને થાકથી આરામ મળે છે.

૨. ગોળ પોટેશિયમનો પણ એક સારો સ્રોત છે. આ બ્લડપ્રેશર ને નિયંત્રિત રાખવામાં મદદરૂપ થાય છે.

૩. ગોળ એનિમિયાથી પીડાતા લોકો માટે ખૂબ જ સારો છે. આને આઇરન નો એક સારો સ્ત્રોત માનવામાં આવે છે. આ શરીરમાં હિમોગ્લોબિન નું સ્તર વધારવામાં સહાયરૂપ થાય છે.

jaggery

૪. ગોળ પેટની સમસ્યાને દુર કરવાનો સરળ અને ફાયદાકારક માર્ગ છે. આ પેટમાં ગેસ થવો અને પાચનક્રિયા સાથે સંકળાયેલ અન્ય સમસ્યાઓ દુર કરે છે. ભોજન જમ્યા બાદ ગોળ ખાવાથી પાચનક્રિયા માં સહયોગ કરે છે.

૫. વિન્ટરમાં ગોળનો પ્રયોગ એ તમારા માટે અમૃત સમાન સાબિત થાય છે. આ ગરમ હોવાને કારણે શરદી અને ખાસ કરીને ઉધરસથી તમને રાહત આપવામાં મદદ કરશે.

૬. ગોળ માં મધ્યમ માત્રામાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને ઝીંક હોય છે. જે હેલ્થ બેટર બનાવવામાં ઉપયોગી થાય છે.

૭. ગોળ ગળું અને ફેફસાના ચેપો ની સારવાર માં લાભદાયક છે.

Comments

comments


11,754 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 6 =