શિયાળામાં ખાઓ મગફળી, આના છે અનેકવિધ ફાયદાઓ

peanuts

શિયાળામાં મગફળી ની ખેતી થાય તેથી આને મગફળીની સીઝન કહેવાય. મગફળીમાં સ્વાસ્થ્યના ગુણો છુપાયેલ છે. જાણો છો મગફળીની ઉત્પતિ દક્ષીણ અમેરીકામાં થઇ હતી. આ પ્રોટીન, કેલ્શિયમ, ઓમેગા-૬, મેગ્નેશિયમ, ફાયબર, વિટામીન અને ખનીજ તત્વો થી ભરપુર છે. મગફળી માંથી તેલ બનાવવામાં આવે છે, તે પણ મગફળીની જેમ સ્વાદિષ્ટ લાગે છે.

*  તમને જાણીને નવાઈ લાગશે કે ૧૦૦ ગ્રામ કાચી મગફળીમાં ૧ લીટર દૂધની માત્રામાં પ્રોટીન હોય છે.  જયારે મગફળીમાં પ્રોટીનની માત્રા ૨૫ ટકા કરતા પણ વધારે હોય છે. મગફળી પાચનશક્તિ વધારવામાં મદદ કરે છે.

*  આમાંથી પોષક તત્ત્વો, ખનીજો, એન્ટિઓક્સીડન્ટ્સ અને વિટામિન્સ જેવા પદાર્થો મળી આવે છે. આમાંથી પ્રોટીન, શર્કરા અને ચીકણાઈ મળી આવે છે. માનવામાં આવે છે કે મગફળી ખાવાથી દૂધ, બદામ અને ધી ની પુરતી થઇ જાય છે.

*  બદામ અને મગફળી ને એકસાથે ખાવાથી સ્કીન કેન્સરના મૃત્યુથી તમે બચી શકો છો. આ બંને તમારા દિલ અને દિમાગ માટે ફાયદાકારક છે. આ સિવાય આ બંને નટ્સને એકસાથે ખાવાથી મોટાપો ઓછો થાય છે અને વજન વધવાની સમસ્યા દુર થાય છે.

02-peanuts

*  આના નિયમિત સેવન થી લોહીની કમી નથી રહેતી.

*  આને ખાવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. આનાથી કોલેસ્ટ્રોલ ની માત્રામાં ૫.૧ ટકા જેટલો ઘટાડો થાય છે.

*  ઘણી બધી શોધોમાં એ સાબિત થઇ ચુક્યું છે કે મુઠ્ઠી ભરીને રોજ મગફળી ખાવાથી ક્યારેય લોહીમાં ઉણપ નહિ જોવા મળે.

*  મગફળીમાં વિટામીન બી-2 હોય છે જે ગર્ભવતી મહિલાઓ માટે સારું છે.

*  માનવામાં આવે છે કે રોજ થોડી-થોડી માત્રામાં મગફળી ખાવાથી મહિલાઓ અને પુરુષમાં હાર્મોન્સ નું સંતુલન બની રહે છે.

*  ખાંસી આવતી હોય તો તેમાં પણ મગફળી ઉપયોગી છે. આના સેવનથી પેટ અને ફેફસા મજબુત બને છે. પાચન શક્તિ વધે છે અને ભૂખ ન લાગવાની સમસ્યા પણ દુર થાય છે.

Comments

comments


7,592 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 4 = 2