શાહી ઠાઠ-બાઠ થી ભરપૂર ભારતની સૌથી મોંધી અને આલીશાન હોટેલ્સ

10 most expensive and luxurious hotels in india, must read in janvajevu.com

જો તમે વિચારતા હોવ કે દુનિયાની સૌથી બેસ્ટ અને મોંધી હોટેલ્સ યુરોપ અને અમેરિકામાં છે, તો તમે ખોટું વિચારો છો, કારણકે આજની તારીખમાં ભારતમાં પણ દુનિયાની સૌથી મોંધી અને આલીશાન હોટેલ્સ છે. આજે અમે તમને જણાવવાના છીએ ભારતની સૌથી મોંધી અને આલીશાન હોટેલ્સ વિષે, જેનો શાહી અનુભવ તમે ફક્ત ભારતમાં જ કરી શકો. શાહી ઠાઠ-બાઠ થી ભરપૂર હોટેલ્સમાં, મોટા મોટા ટાયકુન ના લગ્નો અને અન્ય કાર્યો માટે ભારતની હોટેલોને જ બુક કરાવે છે.

તો ચાલો જાણીએ ભારતની સૌથી મોંધી અને આલીશાન હોટેલ્સ વિષે….

રામબાગ પેલેસ

10 most expensive and luxurious hotels in india, must read in janvajevu.com

સ્થળ : જયપુર

એક રાતનું ભાડુ : 6,00,000 રૂ.

રામબાગ પેલેસ ભારતની સૌથી મોંધી હોટેલ છે અને જયપુરના મહારાજાનું નિવાસ સ્થળ પણ છે. રામબાગ પેલેસને દુનિયાની સૌથી મોંધી અને લકઝરી હોટેલમાં શામેલ કરવામાં આવી છે.

રામબાગ પેલેસનું સૌથી લકઝરી ‘ગ્રાન્ડ પ્રેઝીડેન્શીયલ’ સુટમાં એક દિવસ રહેવાની કિંમત 6,00,000 રૂ. છે, જે આખા ભારતમાં સૌથી વધારે છે, જે આને સૌથી મોંધી હોટેલ બનાવે છે.

તાજ લેક પેલેસ

10 most expensive and luxurious hotels in india, must read in janvajevu.com

સ્થળ : ઉદયપુર

એક રાતનું ભાડુ : 6,00,000 રૂ.

તાજ લેક પેલેસ, ઉદયપુર શહેરની પાછળના લેકમાં બનેલ આ ખુબજ સુંદર અને લકઝરી હોટેલ છે અને આ મેવાડના શાહી પરિવાર સાથે સંબંધ ધરાવે છે.

તાજ લેક પેલેસ પણ સૌથી લકઝરી સુટનું પ્રતિદિવસનું ભાડું 6,00,000 રૂ. લે છે, જે રામબાગ પેલેસની બરાબર છે.

લીલા પેલેસ કેમ્પીંકસી

10 most expensive and luxurious hotels in india, must read in janvajevu.com

સ્થળ : નવી દિલ્હી

એક રાતનું ભાડુ : 4,50,000 રૂ.

લીલા પેલેસની લકઝરી હોટેલમાં એક ‘ધ લીલા પેલેસ કેમ્પીકસી’, દીલ્હીમાં આવેલ છે. આ હોટેલ લગભગ 405 મિલિયન $ ની રકમ માં બનીને તૈયાર થઈ છે.

લીલા પોતાના લકઝરી પેલેસમાં ‘મહારાજા’ માં એક દિવસ રહેવાનો ચાર્જ લગભગ 4,50,000 રૂ લે છે. આની અનેક લકઝરી સુવિધા માંથી એક છે આ સુટના કાંચનું બુલેટપ્રૂફ હોવું. આ દિલ્હીનો ખૂબ જ વૈભવી વિસ્તાર, ચાણક્યપુરી માં આવેલ છે.

ઓબેરોય

10 most expensive and luxurious hotels in india, must read in janvajevu.com

સ્થળ : ગુડગાંવ

એક રાતનું ભાડુ : 3,00,000 રૂ.

ગુડગાંવમાં સ્થિત ‘ધ ઓબેરોય’ ભારતમાં ચોથા નંબરની સૌથી મોંધી હોટેલ છે. આના પ્રમુખપદના સુટનો ચાર્જ 3,00,000 રૂ. છે અને આના સાધારણ ડિલક્સ રૂમનું ભાડું 30,000 રૂ પ્રતિ રાત છે. અદ્યતન સંપૂર્ણ સુવિધાથી ભરપૂર આ હોટેલ તેના ધનાઢ્ય મહેમાનો માટે પ્રખ્યાત છે.

ઓબેરોય

10 most expensive and luxurious hotels in india, must read in janvajevu.com

સ્થળ: મુંબઇ

એક રાતનું ભાડુ: 3,00,000

ધ ઓબેરોય-મુંબઈ, ભારતની સૌથી મોંધી હોટેલ માંથી એક છે. મુંબઈના મરીન ડ્રાઈવ સ્થિત આવેલી આ હોટેલ પોતાના મહેમાનોને ખુબજ સુંદર અને દિલકશ નઝારો વ્યક્ત કરે છે.

આના સૌથી સસ્તા ડિલક્સ રૂમમાં એક રાતનું ભાડું 25,000 રૂ. છે. અને આના સૌથો મોંધા પ્રમુખપદના રૂમ ભાડું 3,00,000 રૂ. છે.

ઓબેરોય ઉદયવિલાસ

10 most expensive and luxurious hotels in india, must read in janvajevu.com

સ્થળ : ઉદયપુર

એક રાતનું ભાડુ : 2,50,000 રૂ.

ધ ઓબેરોય ઉદય વિલાસ, ઉદયપુરમાં સ્થિત સૌથી મોંધી અને લકઝરી હોટેલ્સ માંથી એક છે. લેકના કિનારે વસેલ આ હોટેલ એકદમ અલગ જ નઝારો પ્રકટ કરે છે.

ધ ઓબેરોય ઉદય વિલાસના પ્રીમિયર સુટમાં એક રાત રહેવાની કિંમત 35,000 રૂ. છે અને આના સૌથી મોંધા કોહિનૂર સુટ માં એક રાત રહેવાની કિંમત લગભગ 2,50,000 રૂ છે.

ઓબેરોય અમરવિલાસ

10 most expensive and luxurious hotels in india, must read in janvajevu.com

સ્થળ : આગરા

એક રાતનું ભાડુ : 2,50,000 રૂ.

પ્રેમ નગરી આગરામાં સ્થિત ‘ધ ઓબેરોય અમરવિલાસ’, ઉત્તર પ્રદેશની સૌથી મોંઘી હોટેલ છે અને આ ભારતની મોંધી અને લકઝરી હોટેલમાં શામેલ છે.

ધ ઓબેરોય અમરવિલાસ માં પણ એક રાત રહેવાની કિંમત 2,50,000 રૂ. છે. આ હોટેલ અમર પ્રેમની નિશાની ‘તાજ મહેલ’ થી થોડે જ દુર આવેલી છે. જેથી તમે તાજમહેલ ના નઝારાને જોવાની મજા પણ માણી શકો છો.

તાજ લેન્ડ્સ એન્ડ

10 most expensive and luxurious hotels in india, must read in janvajevu.com

સ્થળ : મુંબઇ

એક રાતનું ભાડુ : 2,50,000 રૂ.

મુંબઇના બાંદ્રામાં સ્થિત ‘તાજ લેન્ડ્સ એન્ડ’ હોટેલ મુંબઈમાં બીજા નંબરની અને ભારતમાં છઠ્ઠા નંબરની હોટેલ છે. તાજ લેન્ડ્સ એન્ડના સૌથી સસ્તા ડિલક્સ રૂમમાં એક રાતનો ચાર્જ 2,50,000 રૂ. છે.

ઓબેરોય રાજવિલાસ

10 most expensive and luxurious hotels in india, must read in janvajevu.com

સ્થળ : જયપુર

એક રાતનું ભાડુ : 2,30,000 રૂ.

જયપુર માં સ્થિત ધ ઓબેરોય રાજવિલાસ, ઓબેરોય ગ્રુપની એક સુપર લકઝરી હોટેલ છે. જે પોતાની મેગ્નિફિસિયેન્ટ મહેમાન નવાઝી માટે પ્રસિદ્ધ છે. જો તમે વાસ્તવિક રાજપુતાના નો અનુભવ કરવા માંગતા હોઉં તો આ હોટેલ તમારા માટે બેસ્ટ છે. આ હોટેલ પોતાના મહેમાનો ને પ્રાઇવેટ પુલની પણ સુવિધા ઉપલબ્ધ કરે છે.

ધ ઓબેરોય રાજવિલાસ માં સૌથી સસ્તા ડિલક્સ રૂમમાં એક રાતનો ચાર્જ 35,000 રૂ. છે અને આના સૌથી મોંધા કોહિનૂર વિલામાં એ રાત રહેવાની કિંમત લગભગ 2,30,000 રૂ. છે.

તાજ ફલકનુમા પેલેસ

10 most expensive and luxurious hotels in india, must read in janvajevu.com

સ્થળ : હૈદરાબાદ

એક રાતનું ભાડુ : 1,95,000 રૂ

હૈદરાબાદ સ્થિત તાજ ફલકનુમાં પેલેસમાં, હૈદરાબાદના નિઝામ નો નિવાસ છે, જેણે તાજ ગ્રુપને ભાડે આપ્યો છે.

તાજ ફલકનુમાં પેલેસમાં સૌથી સસ્તો રૂમમાં એક રાતનો ચાર્જ 33,000 રૂ. છે. આના સૌથી મોંધા અને લકઝરી ગ્રાન્ડ રોયલ સુટની કિંમત 1,95,000 રૂ. છે.

લીલા પેલેસ કેમ્પીંકસી 

10 most expensive and luxurious hotels in india, must read in janvajevu.com

સ્થાન: ઉદયપુર

એક રાતનું ભાડુ : 2,00,000 રૂ.

ધ લીલા પેલેસ કેમ્પીકસી લેકમાં સ્થિત છે. આ ભારતની સૌથી મોંધી નવમી હોટેલ છે. પરંતુ, આ વિસ્તારમાં સ્થિત તાજ અને ઓબેરોય હોટેલ થી ખુબ ઓછી કિંમતમાં પોતાના મહેમાનોને લકઝરી સુવિધા ઉપલબ્ધ કરાવે છે.

આ હોટેલના મહારાજા સુટમાં એક રાત રહેવાની કિંમત 2,00,000 રૂ. છે.

તાજ મહેલ પેલેસ એન્ડ ટાવર

10 most expensive and luxurious hotels in india, must read in janvajevu.com

સ્થાન : મુંબઇ

એક રાતનું ભાડુ : 1,70,000 રૂ.

તાજ મહેલ પેલેસ એન્ડ ટાવર હોટેલ, ભારતની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત હોટેલ છે અને અન્ય 9 હોટેલ કરતા સસ્તી પણ છે. આ ભારતની પ્રખ્યાત અને સૌથી જૂની હોટેલ છે.

આના સૌથી સસ્તા રૂમ માટે તમારે એક રાતનું ભાડું 21,500 રૂ. ભરવું પડે અને સૌથી મોંધા ગ્રેંડ લકઝરી સુટ માટે 1,70,000 રૂ. ખર્ચ કરવા પડે.

Comments

comments

13,504 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× 3 = 18