શાહિદ કપૂર અને મીરા રાજપૂતના લગ્નની સંક્ષિપ્તમાં માહિતી

શાહિદ કપૂર-મીરા રાજપૂત

Shahid Kapoor will Rajput Mira Fera, wedding A to Z Information

બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂરના સાતમી જુલાઈના રોજ દિલ્હી ગર્લ મીરા રાજપૂત સાથે લગ્ન છે. શાહિદ કપૂર 34 વર્ષનો છે, જ્યારે મીરા રાજપૂત 21 વર્ષની છે. શાહિદના આ એરેન્જ મેરેજ છે અને શાહિદ તથા મીરા રાધાસ્વામી સત્સંગમાં એકબીજાના પરિવાર મળ્યા હતાં અને આ લગ્ન નક્કી કરવામાં આવ્યાં હતાં.

શાહિદના લગ્નનું એ ટુ ઝેડઃ

છતરપુર ફાર્મહાઉસમાં લગ્નને ઓબેરોય ટ્રિડેન્ટ હોટલમાં ભોજન સમારંભઃ

શાહિદના લગ્નને બિગ ફેટ વેડિંગ કહેવામાં કઈ જ ખોટું નથી. શાહિદનો પરિવાર પાંચમી જુલાઈના રોજ જ હોટલમાં આવીને તમામ વ્યવસ્થા જોઈ ગયો હતો. આ સમયે મીરા રાજપૂતનો પરિવાર પણ સાથે હતો. શાહિદના લગ્ન મીરના છતરપુર ફાર્મહાઉસ ખાતે યોજાશે. ત્યારબાદ મહેમાનોને હોટલ ઓબેરોયમાં જમાડવામાં આવશે.

બ્રાઈડ એન્ડ ગ્રુમઃ

મીરા અને શાહિદ વચ્ચે 13 વર્ષનો તફાવત છે. મીરા દિલ્હીની લેડી શ્રીરામ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયેલી છે. શાહિદની માતા નીલિમ અઝીમે મીરાને ઘણી જ સ્વીટ કહી હતી. શાહિદ બોલિવૂડનો એક જાણીતો અભિનેતા છે.

શાહિદના લગ્નની કંકોત્રી

Shahid Kapoor will Rajput Mira Fera, wedding A to Z Information

લગ્નનું સ્થળઃ

પહેલાં એવી ચર્ચા હતી કે શાહિદ તથા મીરાના લગ્ન ગ્રીસમાં યોજવામાં આવશે. જોકે, અંતે આ લગ્ન મીરાના છતરપુર ફાર્મહાઉસમાં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. લગ્નબાદ વરવધૂ ગોરેગાવની ઓબેરોય હોટલમાં આવશે. આ હોટલમાં 50 રૂમ મહેમાનો માટે બુક કરી લેવામાં આવ્યા છે. આ સિવાય શાહિદ તથા મીરા માટે પ્રેસિડેન્શિયલ સ્યૂટ બુક કરવામાં આવ્યો છે. રવિવાર(પાંચ જુલાઈ)ના રોજ કેટલાંક મહેમાનો આવી ચૂક્યા છે. શાહિદ કપૂર છ જુલાઈના રોજ દિલ્હી આવ્યો હતો.

વેડિંગ કાર્ડઃ

દિલ્હીના રવિશ કપૂરે શાહિદ-મીરાનાં લગ્નનું કાર્ડ તૈયાર કર્યું છે. ક્રિમ તથા આછા લીલા રંગનું કોમ્બિનેશન કરીને એકદમ સિમ્પલ કંકોત્રી બનાવવામાં આવી હતી. મહેમાનોને વેડિંગ કાર્ડની સાથે ચા તથા મધ ગીફ્ટ તરીકે આપવામાં આવ્યા હતાં. શાહિદે કંકોત્રીના રંગ, ગીફ્ટ્સ તથા કાર્ડ પર મોરનો લોગો બધું જ જાતે પસંદ કર્યું હતું. અંદાજે 500 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

ગેસ્ટ લિસ્ટઃ

લગ્નમાં માત્ર નિકટના પરિવારજનો, સંબંધીઓ તથા મિત્રોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સિવાય રાધા સ્વામી સત્સંગના સભ્યો પણ આવશે. મીરાએ પોતાની ઘણી બહેનપણીઓને લગ્નમાં બોલાવી નથી. કારણ કે લગ્નમાં માત્ર લિમિટેડ મહેમાનોને જ બોલાવવામાં આવ્યા છે. શાહિદના ખાસ બોલિવૂડ મિત્રો જેવા કે વિશાલ ભારદ્વાજ, કુણાલ કોહલી, વિકાસ બહલ અને ફિલ્મ નિર્માતા મધુ મન્ટેના લગ્નમાં સામેલ થશે.

લગ્નબાદ મહેમાનોને આપવામાં આવશે પર્સનલાઈઝ્ડ ચોકલેટ

Shahid Kapoor will Rajput Mira Fera, wedding A to Z Information

પ્રિ વેડિંગ બેશઃ

સંગીત તથા મહેંદી સેરેમની હોટલ ઓબેરોયમાં છઠ્ઠી જુલાઈના રોજ હતી. સંગીત સેરેમનીમાં શાહિદના હિટ સોંગ્સ વગાડવામાં આવ્યા હતાં. શાહિદ તથા મીરાએ સાથે પર્ફોમન્સ આપ્યું હતું, આટલું જ નહીં શાહિદના માતા-પિતાએ પણ સાથે ડાન્સ કર્યો હતો.

રિસેપ્શનઃ

લગ્નમાં માત્ર પરિવાર અને નિકટના મિત્રો જ આવવાનો હોવાથી શાહિદ 12મી જુલાઈના રોજ મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શન યોજવામાં આવશે. આ રિસેપ્શન પાર્ટીમાં વેજ તથા નોન-વેજ ફૂડ મહેમાનોને આપવામાં આવશે.

મેનુઃ

લગ્નના દિવસે માત્ર વેજીટેરિયન ફૂડ જ મહેમાનોને પીરસવામાં આવશે. અલબત્ત, ભોજન બાદ જયુપરી પાનની વિવિધ વેરાયટીનો સ્વાદ માણવા મહેમાનોને મળશે. લગ્નબાદ તમામ મહેમાનોને દિલ્હીની બેકરી સ્મિટનની પર્સનલાઈઝ્ડ ચોકલેટ ગીફ્ટ કરવામાં આવશે.

બ્રાઈડલ શોઅરમાં મીરા

Shahid Kapoor will Rajput Mira Fera, wedding A to Z Information

વોર્ડરોબઃ

શાહિદ કપૂર લગ્નમાં ફેશન ડિઝાઈનર કુનાલ રાવલના ડિઝાઈન કરેલાં આઉટફિટ્સ પહેરવાનો છે. શાહિદે કુનાલ પાસેથી વિવિધ સેરેમનીમાં પહેરવા માટે 10 આઉટફિટ્સ બનાવ્યા છે. જેમાં વેસ્ટર્ન તથા એથેનિક આઉટફિટ્સનો સમાવેશ થાય છે. મીરા રાજપૂત ફેશન ડિઝાઈનર અનામિક ખન્નાએ ડિઝાઈન કરેલાં આઉટફિટ્સ પહેરવાની છે.

હનિમૂનઃ

શાહિદ કામમાં સતત વ્યસ્ત હોવાને કારણે હનિમૂન પર જશે નહીં. શાહિદે ‘ઝલક દિખલાજા’થી ટીવી પડદે આવી રહ્યો છે અને આ શોમાં વ્યસ્ત હોવાને કારણે શાહિદ હનિમૂન પર જવાનો નથી.

શાહિદે ના આપી બેચરલ પાર્ટીઃ

શાહિદે પોતાના નિકટના મિત્રોને ગ્રીસમાં બેચરલ પાર્ટી આપવાનો પ્લાન બનાવ્યો હતો. જોકે, શાહિદ કામમાં ઘણો જ વ્યસ્ત હોવાને કારણે તેણે બેચરલ પાર્ટી કેન્સલ કરી નાખી છે. જોકે, શાહિદે મિત્રોને વર્ષના અંત સુધીમાં એક શાનદાર પાર્ટી આપવાનું પ્રોમિસ આપ્યું છે.
બ્રાઈડલ શોઅરઃ મીરાએ વર્ષની શરૂઆતમાં પોતાના ફાર્મ હાઉસ છતરપુરમાં પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં શાહિદ કપૂર પણ હાજર રહ્યો હતો.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,785 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 + 7 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>