શાહરૂખ-વાલુસ્ચા કરશે રોમાન્સ

Shah Rukh and Walusca

શાહરૂખ-વાલુસ્ચા કરશે રોમાન્સ

છેલ્લા ઘણા સમયથી શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘ફેન’ની મુખ્ય અભિનેત્રીને લઈ અનેક અટકળો ચાલી રહી હતી. મનીષ શર્માના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મ માટે ઈલેના ડીક્રુઝ, પરિણીતી ચોપરા અને વાણી કપૂરના નામ પણ ચર્ચામાં આવ્યા હતાં.પરંતુ હવે આ અટકળોનો અંત આવી ગયો છે અને એક નવો જ ચહેરો સામે આવ્યો છે.

શાહરૂખના લેડીલવની ભૂમિકા માટે જાણીતી મોડલ વાલુસ્ચા ડીસુઝાનું નામ નક્કી કરવામાં આવ્યું છે. જો સુત્રોનું માનીએ તો, ‘આ ફિલ્મ માટે કોઈ હિરો કે હિરોઈન જે રીતે લેવામાં આવે છે તેમ નહીં પણ અલગ રીતે કાસ્ટીંગ કરવામાં આવ્યું છે.

Shah Rukh and Walusca

સમગ્ર કાસ્ટીંગ પ્રક્રિયા અસામાન્ય હતી અને જેના માટે વાલુસ્ચાની પસંદગી કરાઈ છે. તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે કોઈ સંબંધ નથી. વર્ષ 2000માં સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લીધા બાદ તે જાણીતી સુપર મોડલ બની ગઈ હતી. પરંતુ ફેશન કોરિયોગ્રાફર માર્ક રોબિન્સન સાથે લગ્ન કર્યા બાદ તેમણે બ્રેક લીધો હતો. જો કે બાદમાં તે માર્ક રોબિન્સનથી અલગ થઈ ગઈ હતી’ આ સુત્રોએ વધુમાં ઉમેર્યું કે, હાલ વાલ્સુચા આ ફિલ્મ માટે અભિનયના પાઠ ભણી રહી છે.તેમણે શાહરૂખ સાથે શૂટિંગ પણ શરૂ કરી દીધુ છે.

માર્ક રોબિન્સન સાથે લગ્ન જીવન દરમિયાન તેને બ્રુકલીન નામનો પુત્ર અને ચેનલ નામની પુત્રી પણ છે. માર્ક અને વાલ્સુચા વર્ષ 2002માં લગ્ન કર્યા બાદ 2013માં અલગ થઈ ગયા હતાં

Shah Rukh and Waluscaસૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,335 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + 9 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>