હાલમાં રઈસ ભારતની સૌથી મોસ્ટ અવેટેડ ફિલ્મ છે અને હોય પણ કેમ નહિ કારણકે આમાં ભારતનો સૌથી લોકપ્રિય અભિનેતા ‘કિંગ ઓફ રોમાંસ’ એટલેકે શાહરૂખ ખાન જો છે.
અત્યારે શાહરૂખ ની ફિલ્મ રઈસ નું નવું ટ્રેલર લોન્ચ થયું છે, જેમાં તેની સાથે માહિર ખાન પણ જોવા મળી છે. ગુજરાતી ટ્રેડીશનલમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. ગુજરાત ના ડોન તરીકે શાહરૂખ ની એક્ટિંગ ખુબ જ દમદાર જોવા મળે છે.
ભરપુર ડાઈલોગ થી ભરેલ રઈસનું આ નવું ટ્રેલર બધાએ જોવું જ જોઈએ. આ ફિલ્મનું ટ્રેલર અને પોસ્ટર બંને હાલમાં રીલીઝ થયું છે, જેના પોસ્ટરમાં ‘અપના ટાઈમ શુરુ હુઆ…..’ જેવો ડાઈલોગ લખેલ છે. ટ્રેલરની શરૂઆતમાં રઈસ કહે છે કે ‘કોઈ ધંધા છોટા નહિ હોતા ઓર ઘંધે સે બડા કોઈ ધર્મ નહિ હોતા’.
આમાં શાહરૂખ એક શરાબ કારોબારી નો રોલ કરી રહ્યા છે જયારે નાવાઝુદ્દીન સિદ્દીકી પોલીસ નો રોલ કરી રહ્યા છે અને માહિરા ને ફિલ્મ માં એવી બતાવવામાં આવી છે કે જેની ઉપર શાહરૂખ નો ક્રશ છે. છતા આ રોમેન્ટિક ફિલ્મ નથી.
આ એક્શન થી ભરપુર ફિલ્મ છે. શાહરૂખ ની આ ફિલ્મ ૨૬ જાન્યુઆરી એ રીલીઝ થશે. આ ફિલ્મના નિર્માતા રીતેશ સિંધવાની છે. આ એક બાયોપિક ફિલ્મ છે, જે ગુજરાતના ગેંગસ્ટર અબ્દુલ લતીફ ની જિંદગી પર આધારીત છે.
https://www.youtube.com/watch?v=J7_1MU3gDk0