શાહરુખ અને કાજોલની ‘દિલવાલે’ના લેટેસ્ટ સમાચાર

Shahrukh Khan and Kajol 'dilavalena latest news

બોલિવૂડમાં સૌથી સફળ શાહરુખ ખાન અને કાજોલની જોડી હવે દિગ્દર્શક રોહિત શેટ્ટીની ફિલ્મ ‘દિલવાલે’માં ફરીથી જોવા મળશે. તેમની આ ફિલ્મ ક્રિસમસના દિવસે રિલીઝ કરવામાં આવશે એમ રોહિત શેટ્ટીએ કહ્યું હતું. ગોવામાં ચાલી રહેલા ફિલ્મફેસ્ટિવલમાં ઉપસ્થિત રહેલા રોહિત શેટ્ટીએ પત્રકારોને કહ્યું હતું કે હાલમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલું છે, જેને આ વર્ષના ક્રિસમસના રોજ રિલીઝ કરવામાં આવશે.

રોહિત શેટ્ટી વિશે એવું કહેવામાં આવે છે કે તેણે પોતાની કારકિર્દીની 50 ટકા ફિલ્મો ગોવામાં શૂટ કરી છે, જેમાં તાજેતરમાં આવેલી ‘સિંઘમ’ અને ‘ગોલમાલ’નો સમાવેશ થાય છે, હવે તેની અપકમિંગ ફિલ્મનું પ્રોડક્શન શાહરુખની પત્ની ગૌરી ખાન અને રોહિતે કર્યું છે. આ ફિલ્મમાં શાહરુખ અને કાજોલ સિવાય વરુણ ધવન અને કૃતિ સેનને સહકલાકાર તરીકે ભૂમિકા અદા કરી છે.

Shahrukh Khan and Kajol 'dilavalena latest news

કાજોલ છેલ્લા સવા વર્ષથી કમબેક માટે સ્ક્રિપ્ટ શોધતી હતી પણ હવે ફાઇનલી તેણે કમબેક માટે શાહરુખ અને રોહિતની ફિલ્મ ફાઇનલ કરી છે. આ ઉપરાંત તે હસબન્ડ અજય દ્વારા નિર્મિત એક મહિલા પ્રધાન ફિલ્મ પણ કરી રહી છે. કાજોલને પોતાની ફિલ્મમાં લેવા માટે રોહિતને તેની ફિલ્મના હિટ ટ્રેક-રેકૉર્ડને કારણે ખાસ કાંઈ તકલીફ નહોતી પડી એ તો છે જ, પણ એ ઉપરાંત રોહિત અને કાજોલના હસબન્ડ અજય દેવગન વચ્ચે પણ જબરદસ્ત દોસ્તી છે એટલે એ રીતે પણ રોહિતને કાજોલને મનાવવામાં વાંધો નહોતો આવ્યો

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,642 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + = 12

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>