શાહરુખ ખાનની અપકમિંગ ફિલ્મ ‘રઈસ’ નું નવું પોસ્ટર સામે આવ્યું છે. જે ખુબ ડિફરન્ટ છે. ‘રઈસ’ ના નવા પોસ્ટરમાં શાહરુખ ખાનનો ચહેરો આલ્કોહોલની બોટલોથી બનેલ છે.
આ પોસ્ટરને મુંબઇના ફિલ્મ પબ્લીસિટી ડિઝાઇનર રાજેશે ડીઝાઇન કર્યું છે. આ ફિલ્મને Srk ની રેડ ચીલીઝ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને ફરહાન અખ્તરની એક્સેલ એન્ટરટેઇનમેન્ટ પ્રોડ્યુસ કરી રહી છે. રઈસ ના ડાયરેક્ટર રાહુલ ધોળકીયા છે, જેમણે 2005 માં આવેલ ગુજરાત પર બેસ્ડ ફિલ્મ ‘પરઝાનિયા’ માટે બેસ્ટ ડાયરેકશન નો નેશનલ અવોર્ડ મળ્યો હતો.
તમને જણાવી દઈએ કે આ ફિલ્મ ગુજરાતના ગેંગસ્ટર અબ્દુલ લતીફની જિંદગી પર આધારિત બાયોપિક ફિલ્મ છે, જેઓ ગુજરાતમાં ગેરકાયદે દારુનો બિઝનેસ ચલાવતા હતા.
આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી, ફરહાન અખ્તર અને પાકિસ્તાન અભિનેત્રી મહીરા ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. રઈસ 26 જાન્યુઆરી, 2017 ના રોજ રીલીઝ થશે. આમાં સન્ની લિયોને એક ઘમાકેદાર આઈટમ સોંગ પણ કરેલ છે.