શાદીશુદા બોયફ્રેન્ડ સાથે સગાઈ કરશે સોનાક્ષી સિન્હા!

sonakshi-bunty-1872016

થોડા દિવસો પહેલા જ ખબર આવી હતી કે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને ગર્લફ્રેન્ડ અનુષ્કા શર્મા ઉત્તરાખંડમાં સગાઇ કરવાના છે. જોકે, આ માત્ર અફવાહ જ હતી. તેવામાં વધુ એક નામ સોનાક્ષી સિંહાનું જોડવામાં આવ્યું છે.

જાણકારી અનુસાર દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા ૨૦૧૭ ના ફેબ્રુઆરી મહીનામાં પોતાના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ સાથે સગાઇ કરવાની છે. ખબરીઓ અનુસાર સોનાક્ષી BF ‘બંટી સજ્દેહ’ સાથે એન્ગેજમેન્ટ કરવાની છે.

પોતાના ચર્ચાસ્પદ સ્ટેટમેન્ટ ને કારણે ઓળખાતી સોના ને ઘણીવાર બોયફ્રેન્ડ બંટી સાથે સ્પોટ કરવામાં આવી છે. બોલીવુડ ની જાણકારી અનુસાર બંટી સલમાન ખાન ના પરિવાર સાથે સબંધ ઘરાવે છે. તે સલમાનનો નાનો ભાઈ સોહેલની પત્ની સીમા નો ભાઈ છે.

516604-sonakshi-sinha-bunty-yogen

બંટી એ એકવાર લગ્ન કર્યા છે અને તલાકશુદા પણ છે. અખબાર માં આવેલ ખબરો અનુસાર સોનાક્ષીના ઘરવાળા સોના ના આ ફેસલાથી નાખુશ છે. તેનું કારણ છે કે તે પહેલાથી જ લગ્નશુદા છે અને બંને વચ્ચે ઉમરમાં ચારથી પાંચ વર્ષનું અંતર છે. તો જોવાનું રહ્યું કે શું સોનાક્ષી પોતાના ઘરવાળા ની વિરુદ્ધ જઈને સગાઇ કરશે?

ખબરો અનુસાર સોનાક્ષી બંટી ને ૨૦૧૨ થી ડેટિંગ કરે છે. બંટી CSE કન્સલ્ટીંગ કંપની નો પાર્ટનર છે. તે વિરાટ કોહલીની નજીક નો દોસ્ત છે. પોતાની સગાઇ ને લઈને સોનાક્ષી સિન્હા એ હજુ કોઈ ઓફીશીયલ જાણકારી નથી આપી.

maxresdefault

Comments

comments


6,047 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


6 + = 10