આ 8 ઘરેલું નુસખા આપે છે સર્દી ના કફ થી ફટાફટ રાહત

Cold and Cough

બદલાતી ઋતુમાં શરદી-ઉધરસ થવી તે ખૂબ જ સામાન્ય સમસ્યા છે. થોડી બેદરકારી અથવા ઇમ્યૂન સિસ્ટમ નબળી હોવાથી આ સમસ્યા કોઇપણ વ્યક્તિને થઇ શકે છે. જો તમે પણ બદલાતી ઋતુમાં શરદી અને ઉધરસના શિકાર બની રહ્યા છો તો તમારે ચોક્કસ અપનાવવા જોઇએ આ ઘરેલું નુસખા….

Cold and Cough

1- ગરમ ચણાને સૂંઘવાથી શરદીમાં રાહત મળે છે.
2- નીલગિરીના તેલનો નાસ લેવો. શરદીમાં તરત જ રાહત મળશે.
3- તુલસી અને આદુંની ચા પીવાથી પણ લાભ મળે છે.
4- ગરમ દૂધમાં સૂકી દ્રાક્ષ ઉકાળીને તેમાં થોડી એલચી અને કેસર મિક્સ કરીને તેનું સેવન કરવાથી પણ શરદી-ઉધરસમાં રાહત મળે છે.
5- એક ચમચી ગરમ દેશી ઘીમાં મરીનું ચૂર્ણ મિક્સ કરીને રોટલીની સાથે તેનું સેવન કરવાથી પણ શરદીમાં રાહત મળે છે.
6- ગોળમાં થોડી મરીનું ચૂર્ણ મિક્સ કરીને તેનું સેવન કરવું અને તેને ચાની જેમ ઉકાળીને તેનું સેવન કરવું. શરદી દૂર થઇ જશે.
7- સરસિયાના તેલને નવશેકું કરીને છાતિ, પગ અને બંન્ને તળિયા તથા નાકની આજુબાજુ લગાવવાથી પણ શરદીમાં રાહત મળે છે.
8- અડધી ચમચી વરિયાળીનું સેવન કરવું. ત્યાર પછી તેના પર થોડું પાણી પીવું. ત્યાર પછી તરત જ ગરમ દૂધનું સેવન કરવું. શરદી-ઉધરસમાં રાહત મળશે.

Cold and Coughસૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


6,880 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 2 = 3