અપનાઓ આ 6 નુસ્ખા, ભગાઓ શરદી

Colds are caught 6 gimmicks, tribes have been using it

મધ્યપ્રદેશના છિંડવાડા જિલ્લાની પાતાલકોટ ઘાટી અને ગુજરાતના ડાંગ જિલ્લાના આદિવાસી પારંપરિક રીતે અનેક બીમારીઓની સારવાર કરે છે. તેમનું માનવું છે કે જડી-બૂટી દ્વારા બનાવેલી હર્બલ દવાઓ બાળકો માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. અહીં આદિવાસીઓના કેટલાય એવા હર્બલ નુસ્ખા બતાવવામાં આવી રહ્યા છે જે શરદી, ઉઘરસ અને ગળાની સમસ્યાને તો દૂર કરે જ છે સાથે તેમની કોઈ આડઅસર પણ નથી હોતી.

Colds are caught 6 gimmicks, tribes have been using it

1. ધાણા, જીરું અને વચને સરખા પ્રમાણમાં લઈને તેનો ઉકાળો બનાવી બાળકોની શરદી અને ઉધરસ તરત દૂર થઈ જાય છે. આ ઉકાળો ભોજન પછી 10 મિલી. માત્રામાં આપવામાં આવે છે. પાતાલકોટના ચાવલપાની ગામના આદિવાસીઓ આ નુસ્ખાનો વર્ષોથી ઉપયોગ કરતા આવ્યાં છે.

2. વચની ગાંઠને બાળકોને ચૂસવા માટે આપો. તેનાથી ઘણા સમયથી જામેલો કફ પણ બહાર નીકળી જશે. આ નુસ્ખા ચિમટીપુર ગામના આદિવાસીઓનો છે.

3. એક મોટી ચમચી ડુંગળીના રસમાં દોઢ ચમચી મધ મિક્સ કરીને રાખી લો. આ મિશ્રણને થોડી-થોડી વારમાં શરદી-ઉઘરસથી પીડિત બાળકને આપો, તેનાથી જલ્દી આરામ મળશે..

Colds are caught 6 gimmicks, tribes have been using it

4. અરડૂસોના પાનના (6. મિલી.) રસને (4 મિલી.) મધમાં મિક્સ કરી પીવાથી ઉઘરસ અને ગળાની સમસ્યામાં આરામ મળે છે.

5. બાજરાની રોટલીને લસણ, રીંગણ અને મેથીના દાણાના શાક સાથે ખવડાવવાથી પણ બાળકને શરદી-ઉઘરસમાં ફાયદો થાય છે. આદિવાસીઓનું માનવું છે કે આ ભોજન શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે, જેનાથી કફ ખતમ થઈ જાય છે.

6. કેટલાય વિસ્તારમાં આદિવાસીઓ લસણ, સૂંઠ, મેથી, લાલ મરચું અને મીઠું ચણાના લોટમાં મિક્સ કરી તેનું ખીરૂ તૈયાર કરી લે છે. આ મિશ્રણના ભજીયાને સરસિયાં તેલમાં તળવામાં આવે છે. આ ભજીયા બાળકોને ખવડાવવાથી છાતીમાં જામેલો કફ જલ્દી બહાર નીકળી જાય છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


8,560 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 × 8 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>