શનિવારના દિવસે ઘરમાં ક્યારેય ન લાવવી આ વસ્તુઓ

આમતો કોઇપણ વસ્તુનો ઉપયોગ અથવા ખરીદી કરવાનો સમય તેની જરૂરિયાત પર જ આધાર રાખે છે. પરંતુ, જ્યોતિષ શાસ્ત્રમાં પણ આના અમુક નિયમો બનાવ્યા છે. તો જાણો એ કઈ-કઈ વસ્તુ છે જેને શનિવારના દિવસે ઘરમાં ન લાવવી કે શનિવારે ન ખરીદવી.

લોખંડ નો સામાન

These things should not get at home on Saturday | Janvajevu.com

ભારતીય સમાજમાં આ પરંપરા લાંબા સમયથી ચાલી આવે છે, કે શનિવારે લોખંડથી બનેલ સામાન ન ખરીદવો જોઈએ. એવું માનવામાં આવે કે શનિવારે લોખંડનો સામાન ખરીદવાથી શનિદેવ ક્રોધિત થાય છે.

આ દિવસે લોખંડથી બનેલ વસ્તુને દાન કરવાનું ખાસ મહત્વ છે. લોખંડનો સામાન દાન કરવાથી શનિદેવ ની કોપ દ્રષ્ટિ નિર્મળ થાય છે અને ખોટમાં ચાલતો બિઝનેસ પણ નફો કરવા લાગે છે. આ ઉપરાંત શનિ દેવ યંત્રોથી થતી દુર્ઘટનાથી પણ બચાવે છે. ‘

આ વસ્તુ લાવે છે રોગ

These things should not get at home on Saturday | Janvajevu.com

આ દિવસે તેલ ખરીદતા પણ બચવું જોઈએ. જોકે, તેલનું દાન કરી શકાય છે. કાળા શ્વાનને સરસવના તેલથી બનેલ હલવો ખવડાવવાથી શનિ ની દિશા ટળે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, શનિવારે સરસવનું તેલ કે કોઇ પણ પદાર્થનું તેલ ખરીદવાથી તે રોગકારી થાય છે.

આનાથી આવે છે દેવું

These things should not get at home on Saturday | Janvajevu.com

મીઠું આપણા ખોરાકનો સૌથી મહત્વનો ભાગ છે. જો મીઠું ખરીદવું હોય તો શનિવાર સિવાય બીજા કોઈ દિવસે ખરીદવાથી સારું રહે છે. શનિવારે મીઠું ખરીદવાથી આ તે ઘરમાં દેવું લાવે છે. ઉપરાંત આ વાંધાજનક પણ છે.

કાતર લાવે છે સંબંધમાં ભાર

These things should not get at home on Saturday | Janvajevu.com

કાતર એક એવી વસ્તુ છે જે કપડાં, કાગળ વગેરે કાપવા માટે સૌથી વધારે ઉપયોગી છે. જૂના સમયથી જ કપડાંના વ્યાપારી, ટેલર વગેરે શનિવારે નવી કાતર નથી ખરીદતા.

આની પાછળ એક માન્યતા એવી છે કે આ દિવસે ખરીદેલી કાતર સંબંધોમાં ભાર લાવે છે. જો તમારે કાતર ખરીદવી હોય તો કોઈ બીજા દિવસે ખરીદવી.

કાળા તલ બને છે અવરોધરૂપ

These things should not get at home on Saturday | Janvajevu.com

શિયાળામાં કાળા તલ શરીરને પુષ્ટ કરે છે. આ ઠંડીનો સામનો કરવા માટે શરીરની ગરમીને અખંડિત રાખે છે. પૂજામાં પણ આનો ઉપયોગ કરવામાં આવે છે. શનિદેવની દશા દુર કરવા માટે કાળા તલનું દાન અને પીપળાના વૃક્ષ પર પણ કાળા તલ ચઢાવવાનો નિયમ છે. પરંતુ, શનિવારે કાળા તલ ક્યારેય ન ખરીદવા. એવું કહેવાય છે કે આ દિવસે કાળા તલ ખરીદવાથી કામમાં અવરોધ આવે છે.

કાળા બૂટ લાવે છે નિષ્ફળતા

These things should not get at home on Saturday | Janvajevu.com

શરીર માટે જેટલા જરૂરી કપડાં છે એટલા જ બૂટ પણ. કાળા રંગના બુટ પસંદ કરવા વાળા લોકોની સંખ્યા પણ વધારે છે. જો તમારે કાળા રંગના બુટ ખરીદવા હોય તો શનિવારના દિવસે ન ખરીદવા. એક એવી માન્યતા છે કે શનિવારના દિવસે ખરીદેલા કાળા બૂટને પહેરનાર ના કાર્યો અસફળ થાય છે.

કુટુંબ માં મુશ્કેલી

These things should not get at home on Saturday | Janvajevu.com

રસોઈ માટે બળતણ, માચીસ, કેરોસીન વગેરે જ્વલનશીલ પદાર્થ આવશ્યક માનવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં અગ્નિ ને દેવ માનવામાં આવે છે અને બળતણની શુદ્ધતા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. પરંતુ, શનિવારે બળતણ ખરીદવા તે વર્જિત માનવામાં આવે છે. કહેવાય છે કે શનિવારે ઘરમાં લાવવામાં આવતું બળતણ પરિવારને કષ્ટ પહોચાડે છે.

સાવરણી ગરીબી લાવે છે

These things should not get at home on Saturday | Janvajevu.com

સાવરણી ઘરની વિકૃતિઓ સાફ કરી તેને સ્પષ્ટ કરે છે. આનાથી ઘરમાં હકારાત્મક ઊર્જા આવે છે. સાવરણી શનિવારે ખરીદવી યોગ્ય નથી. શનિવારે સાવરણી ઘરે લાવવાથી ઘરમાં ગરીબી આવે છે.

અનાજ પીસવાની ઘંટી

These things should not get at home on Saturday | Janvajevu.com

અનાજ પીસવાની ઘંટી પણ શનિવારના દિવસે ન ખરીદવી. એવું મનાય છે કે આ પરિવારમાં ભાર લાવે છે અને આ ઘંટીથી પીસેલ અનાજનું ભોજન રોગકારી થાય છે.

શાહી (ઇન્ક) કરે છે કલંકિત

These things should not get at home on Saturday | Janvajevu.com

વિધ્યા માણસને યશ અને ખ્યાતિ અપાવે છે અને તેને અભિવ્યક્ત કરવાનું સૌથી મોટું માધ્યમ છે પેન (કલમ). પેન ની ઊર્જા છે શાહી. પેપર અને પેન ખરીદવાનો સૌથી શ્રેષ્ઠ દિવસ છે ગુરુવાર. શનિવારે શાહી ન ખરીદવી. આ મનુષ્યને કલંકિત બનાવવા માટે જવાબદાર છે.

Comments

comments

17,559 views
Tagged

Leave a Reply

Your email address will not be published.

× 5 = 45