સ્માર્ટફોનની સાથે હવે ઈન્ટરનેટ યુઝર્સ માટે એપ્લિકેશનમાં પણ ઘણાં વિકલ્પો રહેલાં છે. બહોળા પ્રમાણમાં વધી રહેલી સ્પર્ધામાં પોતાની એપ્લિકેશનની મહત્તા ટકાવી રાખવી જરૂરી છે અને એટલે જ છેલ્લાં કેટલાય વર્ષોથી વોટ્સ એપે સ્માર્ટફોન યુઝર્સને જકડી રાખ્યા છે.
વોટ્સ એપ પોતાની એપ્લિકેશનમાં નવી નવી અપડેટ આપતો રહે છે અને મળેલા અહેવાલ અનુસાર તો હવે વોટ્સ એપનું એક નવું જ વર્ઝન લોન્ચ થવા જઈ રહ્યું છે. ‘વોટ્સ એપ પ્લસ’થી શરૂ થનાર આ નવા વર્ઝનમાં કેટલાક ખાસ ફિચર ઉમેરવામાં આવશે. જો કે, આ વિશે હજુ વધુ માહિતી મળી નથી કે તેની સત્તાવાર માહિતી પણ જાહેર કરવામાં આવી નથી.
એક રિપોર્ટ અનુસાર વોટ્સ એપના નવા વર્ઝનમાં કેટલાક વધુ સ્માઈલી ઉમેરવામાં આવશે, જે યુઝર્સના ઈમોશન્સને વધુ સારી રીતે દર્શાવી શકશે. આ સાથે વોટ્સ એપમાં નવી થીમ પણ ઉમેરવામાં આવશે, જેને યુઝર્સના મૂડ પ્રમાણે રાખી શકાશે. આ સાથે જ વોટ્સએપ પ્લસમાં મોટા કદની ફાઈલ્સ પણ ટ્રાન્સફર કરવાનો વિકલ્પ મળી રહેશે.