વોટ્સએપ વાપરનાર દંપતીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો

 

 

વોટ્સએપ વાપરનાર દંપતીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો

 

પહેલા માનવમાં આવતું હતું કે, સોશિયલ નેટવર્કિંગ સાઇટના કારણ લોકો એક બીજાથી નજીક આવતા હોય છે. પરંતુ અત્યારના સમયમાં સોશિયલ નેટવર્કિંગના કારણને લોકોના જીવનમાં ઝેર ગોળાતું જાય છે. જેમ જેમ લોકો સોશિયલ સાઇટનો ઉપયોગ વધુમાં વધુ કરતા થયા છે તેમ તેમ સંબંધોમાં વધારે તિરાડો પડતી જાયગઇ છે. ખાસ કરીને લગ્નજીવન ઉપર સૌથી વધારે અસર સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સે કરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે વોટ્સએપના મેસેજની લત સાઉદીમાં એક દંપતી વચ્ચે છૂટાછેડાનું કારણ બની ગઈ હતી. વોટ્સ પર પોતાના મિત્રો સાથે ચેટિંગમાં વ્યસ્ત રહેવું તથા પતિને સમય ન આપવાથી એક પતિએ પોતાની 30 વર્ષની પત્નીને છૂટાછેડા આપી દીધા હતા. આ મહિલાના પતિનું કહેવું હતું કે તેની પત્ની મોાટાભાગનો સમય સ્માર્ટફોન વાપરવામાં પસાર કરતી હતી, જેમાં તે પોતાના મિત્રો સાથે ચેટિંગ કરવામાં વ્યસ્ત રહેતી હતી. પત્નીની વધી રહેલી વોટ્સએપની લતને કારણે તેનો પતિ ખૂબ જ તણાવમાં આવી ગયો હતો, કારણ કે પત્ની તેના મેસેજનો જવાબ પણ આપતી નહોતી.

પત્નીને જ્યારે પૂછવામાં આવ્યું કે તે કેમ પોતાના પતિના સવાલના જવાબો આપતી ન હતી ત્યારે તેણે સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે તે પોતાના મિત્રો સાથે વોટ્સએપ પર વાતચીત કરવામાં વ્યસ્ત હતી. આ મહિલાના પતિએ એવો આરોપ મૂક્યો હતો કે તેની પત્ની મોટેભાગે સ્માર્ટફોન પર મિત્રો તેમજ તેના પરિવારજનો સાથે વ્યસ્ત રહેવામાં મને સમય ફાળવતી નહોત, હું તેને વોટ્સએપ પર જ્યારે મેસેજ કરતો હતો ત્યારે તેને વાંચીને જવાબ મોકલતી નહોતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં થયેલા એક સરવેમાં જાણવા મળ્યું છે કે સોશિયલ નેટર્વિકંગ સાઇટના ઉપયોગથી છૂટાછેડાની ઘટનાનું પ્રમાણ વધી રહ્યું છે. અ યુકે 2011 સરવે બાય ડિવોર્સ ઓનલાઈન નામની લીગલ ર્સિવસ ફર્મ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ફેસબુકને લીધે દિવસમાં ત્રણ છૂટાછેડાના બનાવો બને છે.

Comments

comments


12,086 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 + = 4