જો તમે ઈચ્છો તો તમે ફેસબુક માં ટેક્સ્ટને અલગ અલગ રીતે લખીને તમારા સ્ટેટસ ને સુંદર બનાવી શકો છો. આવી ટ્રીક્સને યુઝ કરતા તમને પણ મજા આવશે. વેલ, પહેલા આ રીતે અલગ અલગ ટેક્સ્ટમાં તમે વોટ્સએપ પર મેસેજ ન લખ્યા હોય તો હવે લખી શકશો.
જો તમે ચાહો તો ટેક્સ્ટ ને અલગ ફોરમેટમાં લખી શકો છો. અમારી આ ટ્રીક્સની મદદથી તમે વોટ્સએપ ના મેસેજ ને બોલ્ડ, ઇટાલી અને સ્ટ્રાઈક થ્રુ માં લખી શકો છો.
ઠીક છે, જો તમારે બોલ્ડ શબ્દ માં મેસેજ લખવો હોય તો તે શબ્દ ની આગળ પાછળ * નું ચિન્હ કરવું. ઉદાહરણ તરીકે (*Good*).
જો તમારે ઈટાલીમાં લખવું હોય તો કોઈપણ શબ્દની આગળ પાછળ અન્ડરસ્કોર (_) નું ચિન્હ કરવું. ઉદાહરણ તરીકે (_Good_).
જો શબ્દો ને કટ કરવા એટલેકે સ્ટ્રાઈક થ્રુ (s̶t̶r̶i̶k̶e̶t̶h̶r̶o̶u̶g̶h̶ ) માં કરવા હોય તો શબ્દો ની આગળ પાછળ ટીલ્ડ (~) નું નિશાન કરવું. ઉદાહરણ તરીકે (~Good~).
જો બોલ્ડ અને ઇટાલી અક્ષર ને એકસાથે તમે લખવા માંગતા હોય તો ટેક્સ્ટ ની આગળ પાછળ *_ ચિન્હનો ઉપયોગ કરવો. જેમકે (*_Good*_).