આજે Whatsapp મોબાઇલ પર સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવતી ઇન્સ્ટન્ટ ચેટ એપ્લિકેશન છે. Whatspp મેસેજિંગ સર્વિસ પાંચ વર્ષ પહેલાં 2010, જાન્યુઆરી માં શરૂ કરવામાં આવી હતી તથા આજે આ 1 બિલિયનથી પણ વધારે ડાઉનલોડીંગ ની સાથે સૌથી વધુ લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન છે. વોટ્સએપ એ સૌથી લોકપ્રિય બ્રાંડ છે.
વોટ્સએપ ની સૌથી મોટી વાત એ છે કે આ લગભગ બધા platform માટે available છે. Whatsapp Messenger Android, Blackberry, Window, Nokia, Tarzan તથા Firefox જેવા બધા પ્રોગ્રામમાં ઉપલબ્ધ છે. તમે વોટ્સએપના માધ્યમે voice calls કરી શકો છો. ઉપરાંત photos અને files પણ share કરી શકો છો.
* વોટ્સએપના સૌથી વધારે યુઝર્સ ભારતમાં છે.
* વોટ્સએપે આજ સુધી માર્કેટિંગ માટે એક પણ પૈસા નથી ખર્ચ્યા. માર્કેટીગ વગર પણ વોટ્સએપ ખુબજ હીટ અને લોકપ્રિય છે.
* વોટ્સએપ પાસે પોતાના માટે એક ખાસ હાર્ટ ઈમોજી છે. જેને તમે ફક્ત એકવાર જ મોકલી શકો છો. આમાં આશ્ચર્યની વાત એ છે કે આ એક મિનિટમાં 60 વાર ઘડકે છે, જે માનવ હૃદયના ધબકારા સમાન છે.
* વોટ્સએપ પાંચમી સૌથી વધારે ડાઉનલોડ થતી એપ છે.
* WhatsApp મેસેન્જર ને Yahoo ના બે પૂર્વ એમ્પ્લોઇ એ બનાવ્યું છે, જેનું નામ ‘બ્રાયન એકટન’ અને ‘જન કોમ’ છે.
* WhatsApp પર દરરોજ 4300 કરોડ મેસેજીસ મોકલવામાં આવે છે.
* વોટ્સએપમાં લગભગ 900 મિલિયન યુઝર હોવા છતા ફક્ત 55 એમ્પ્લોયીઝ જ કામ કરે છે.
* WhatsApp ના મંથલી એક્ટીવ યુઝર્સ 100 કરોડ છે, જે ફેસબૂક મેસેન્જર કરતા પણ વધુ છે.
* તમને જાણીને આશ્ચર્ય થશે કે વોટ્સએપ બનાવનાર જન કોમ દુકાનમાં સાફ સફાઈનું અને પોતા મારવાનું કામ કરતા હતા. આજે તેઓ કરોડપતિ છે.
* વોટ્સએપ ની કુલ વાર્ષિક આવક ઈન્ફોસિસ (infosys) અને ટીસીએસ (tcs) ની કુલ આવક કરતાં પણ વધુ છે.
* વોટ્સએપમાં એક વર્ષની કમાઈ NASA ના બજેટ કરતા પણ વધુ છે.
* જાન્યુઆરી 2012 માં વોટ્સએપને IOS એપ સ્ટોરથી જણાવ્યા વગર કાઢી નાખ્યું હતું. જોકે, ચાર દિવસ પછી ફરી એડ કરવામાં આવ્યું હતું.
* તમે 53 ભાષાઓમાં વોટ્સએપ યુઝ કરી શકો છો.