વોટ્સએપ થી મોકલી શકશો 1 જીબી સુધીની ફાઈલ, અચૂક જાણો

વોટ્સએપ થી ઈમેજ, ઓડિયો, વીડીયો મોકલવો ખુબ સરળ છે. પરંતુ, મોટી ફાઈલ મોકલવામાં મુશ્કેલીઓ થાય છે. હવે આ સમસ્યાનું નિવારણ થઈ ગયું છે. વોટ્સએપ પર મોટી ફાઈલો શેર કરવા માટે એક નવી એપ આવી ગઈ છે. આ એપ વોટ્સટુલ ના નામથી આવી છે. જેની મદદથી તમે 1 જીબી સુધીની કોઇપણ ફિલ્મ, ગીત, PDF અથવા અન્ય ફાઇલો શેર કરી શકશો. લગભગ 8.5 એમબી ની સાઈઝ ની આ એપ ગુગલ પર ઉપલબ્ધ છે. જેનાથી એન્ડ્રોઇડ 4.1 કે આનાથી ઉપરના વર્ઝન વાળા ડિવાઈઝ માં તમે ઇન્સ્ટોલ કરી શકો છો.

વોટ્સટુલ નું આવી રીતે કરો સેટઅપ

how to share large files on whatsapp

વોટ્સટુલ એપ ઇન્સ્ટોલ કર્યા પછી તેનું સેટઅપ વિઝાર્ડ જોવા મળે છે. આને ફોલો કર્યા બાદ એક્સેસબીલીટી સર્વિસ ઓપન થાય છે. જ્યાંથી વોટ્સટુલ થી ફાઈલ શેર કરવાની પરમિશન મળે છે. ત્યારબાદ આ એપ Google ડ્રાઇવ પર કનેક્ટ થઈ જશે અને તમે સરળતાથી ફાઇલો શેર કરી શકો છો. આ એપ Google ડ્રાઇવ ને ક્લાઉડ ની જેમ વાપરે છે.

વોટ્સટુલ થી આવી રીતે શેર કરો વોટ્સએપ પર ફાઈલ

how to share large files on whatsapp

એકવાર વોટ્સટુલ એક્ટિવ કર્યા બાદ WhatsApp ના અટેચમેન્ટ મેનુ પર ક્લિક કરતા જ નવી એપના ઓપ્શન્સ દેખાવા લાગે છે. આનાથી ફાઈલને અટેચ કરીને મોકલી શકાય છે. એવામાં રીસીવરની પાસે એક લિંક આવશે, જેના પર ક્લિક કરતા જ ફાઈલ નું ડાઉનલોડિંગ શરુ થઈ જશે.

વોટ્સટુલ થી આ ફોર્મેટ્સ માં મોકલી શકશો મોટી ફાઈલ

how to share large files on whatsapp

વોટ્સટુલ એપ ની મદદથી કોઇપણ ફોર્મેટ (ઈ-બુક, એમપી થ્રી, એમપી ફોર, PDF, JPG, GIF) વગેરેની મોટી ફાઈલ્સને સરળતાથી મોકલી શકો છો. વન ટચ ફીચરથી વોટ્સએપ માં ફાઈલ ડાઉનલોડ કરતા પહેલા તેને જોય પણ શકાય છે. આ એપ ને પોઝ અથવા રેઝ્યુમ ફીચરથી ડેટા કનેક્શન ન આવે કે બીજા કોઈ કારણથી ડાઉનલોડિંગ ફાઈલને રોકી પણ શકાય છે. આને કોઇપણ સમયે પાછુ શરૂ પણ કરી શકાય છે.

વોટ્સએપ પર ફાઈલ શેર કરતા પહેલા ચેક કરી શકાય છે ફાઈલ

how to share large files on whatsapp

વોટ્સટુલ માં ડાઉનલોડ કરતા પહેલા વિડિઓને પ્લે કરીને ચેક કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આનાથી ડેટા બચાવવામાં મદદ મળે છે. આ એપ ની મદદથી ફાઈલ ને આઇફોન, વિન્ડોઝ ફોન અને બ્લેકબેરી ડિવાઈઝ પર પણ મોકલી શકાય છે. જો ફાઇલ ડાઉનલોડ કરવા વાળા પાસે ડિવાઈઝ માં વોટ્સટુલ ન હોય તો ફાઇલની લિંક બ્રાઉઝર માં ખુલશે, જ્યાંથી ફાઈલ ડાઉનલોડ કરી શકાય છે.

સેફ છે વોટ્સટુલ એપ

how to share large files on whatsapp

વોટ્સટુલ એપમાં ઇનબિલ્ટ વિડિઓ પ્લેયર પણ આપવામાં આવ્યો છે. જેમાં એમપી થ્રી, એમપી ફોર અને GIF વગેરે ફાઈલ્સને ચલાવવા માટે કોઈ બીજી એપની જરૂર નહિ પડે. વોટ્સટુલ એપ વોટ્સએપની સાથે-સાથે ફોનમાં ઇન્સ્ટોલ બધા ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન્સ ને પણ સપોર્ટ કરે છે. આ ઉપરાંત આ એપ વાયરસ કે કરપ્ટ ફાઇલો થી પણ સ્માર્ટફોન ને સેફ રાખે છે. આની ખાસ વાત એ છે કે જો કોઈ તમારે કરપ્ટ ફાઇલ મોકલી દે તો વોટ્સટુલ માં હાજર રીસીવર ફાઈલને ડાઉનલોડ નથી કરવા દેતા.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


12,163 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + = 12

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>