વ્હાત્સઅપ્પ થઇ શકે છે બંદ

2602_ihafe2csu5gv2

વોટ્સઅપે એન્ડ્રોઇડ યુઝર્સને કેટલાક કલાકોને માટે આવનારા 24 કલાકને માટે બ્લોક કરી દીધા છે. વોટ્સઅપ યુઝર્સે એપના ટર્મ્સ અને સર્વિસને નકાર્યા છે. વોટ્સઅપે એ યુઝર્સને બૈન કર્યો છે જે થર્ડ પાર્ટી એપ્લીકેશન વોટ્સઅપનો ઉપયોગ કરી રહ્યા છે. બૈન થયેલા યુઝર્સ સોશ્યલ મીડિયા પર આ વિશેની જાણકારી આપી શકે છે. આ બૈન એ જ યુઝર્સ પર છે જે વોટ્સઅપ પ્લસનો ઉપયોગ કરે છે.

શું છે વોટ્સઅપ પ્લસ?

વોટ્સઅપ પ્લસ કોઇ અધિકારિક એપ નથી, તે સિક્યોર છે અને નહી એ વાતની ગેરેંટી આપે છે કે યુઝર્સનો ડેટા અન્ય પાર્ટી સુધી ટ્રાન્સફર થઇ રહ્યો છે. આ એપ ગૂગલ પર પણ મળી રહ્યું નથી. વોટ્સઅપ પ્લસનું ઓરિજિનલ વોટ્સઅપથી કોઇ મેળ નથી.

ક્યાંથી આવ્યું વોટ્સઅપ પ્લસ?

વોટ્સઅપ પ્લસ એક એવું એપ છે જેને સ્પેનિશ ડેવલપર રૈફેલેંસે 2012માં ડિઝાઇન કર્યું હતું. આ એપને થર્ડ પાર્ટી એપ્લીકેશન એ માટે કહેવામાં આવી રહ્યું છે કે તે ગૂગલ પ્લે સ્ટોર કે વોટ્સઅપની અધિકારિક સાઇટથી ડાઉનલોડ કરી શકાતું નથી.

બંને એપ્સમાં શું છે અંતર?

વોટ્સઅપ અને વોટ્સઅપ પ્લસ બંને એપ્સ એકબીજાથી અલગ છે. ડાઉનલોડ કરવા માટે બંને એક જેવા સર્ટિફિકેશન આપે છે. વોટ્સઅપ પ્લસમાં બ્લૂ રંગનું આઇકન છે જ્યારે વોટ્સઅપમાં ગ્રીન. વોટ્સઅપ પ્લસને ઇન્સ્ટોલ કરવા માટે યુઝર્સનું કારણ એ પણ હોઇ શકે છે કે એપમાં અનેક પ્રકારના વિઝ્યુઅલ્સ હોય છે જે અધિકારિક વોટ્સઅપમાં હોતા નથી.

વૉટ્સએપ યુઝર્સ માટે મહત્વના સમાચારઃ તમારું વૉટ્સએપ થઈ શકે છે બંધ

બંને એપ વાપરે છે એક જ સર્વર

વોટ્સઅપ અને વોટ્સઅપ પ્લસ બંને એક જ સર્વરનો ઉપયોગ કરી રહ્યા છે તેના માટે વોટ્સઅપની ટીમને ખ્યાલ આવી શકે છે કે કેટલા લોકો વોટ્સઅપનો ઉપયોગ કરે છે અને વોટ્સઅપ પર પણ સવાલ ઊઠે છે કે થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ જો એક જ સર્વરથી થઇ રહ્યો છે તો તમારો ડેટા કેટલો સુરક્ષિત છે.

વોટ્સઅપ પ્લસ એક થર્ડ પાર્ટી એપ છે જે વોટ્સઅપના સર્વરનો ઉપયોગ તો કરે જ છે સાથે તેનો સોર્સ કોડ અલગ છે. એપની સિક્યુરુટીની કોઇ ગેરેટી આપવામા આવી નથી. વોટ્સઅપ પ્લસ લીગલ એપ નથી. તેના કારણે એપ કંપનીએ તેના ઉપયોગ કરનારા યુઝર્સને બૈન કરવાનું નક્કી કર્યું છે.

કેવી રીતે થવાશે અનબ્લોક

વોટ્સઅપની અધિકારિક સાઇટ પર આવેલી નોટિસ અનુસાર વોટ્સઅપ પ્લસના યુઝર્સને 24 કલાકને માટે બૈન કરવામાં આવી શકે છે. વોટ્સઅપનો ઉપયોગ કરવો છે તો પહેલાં વોટ્સઅપ પ્લસને પોતાના ડિવાઇસથી હટાવીને ગૂગલ પ્લેથી અધિકારિક વર્ઝન ડાઉનલોડ કરવાનું રહેશે. પછી 24 કલાકમાં તેને અનબ્લોક કરી શકાશે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


3,968 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 × = 6