વૉટ્સએપ કોલિંગ સેવા એન્ડ્રોઇડ યુઝર્સ માટે એક્ટિવેટ કરાઈ

WhatsApp Voice Calling

વૉટ્સ એપ યુઝર્સ માટે સારા સમાચાર છે, તેઓ મિત્રોને મેસજ અને ગૃપચેટ કરવાની સાથે હવે ઇન્ટરનેટ કોલ પણ કરી શકશે. જોકે હાલ આ સેવાનો લાભ માત્ર એન્ડ્રોઇડ યુઝર્સ માટે જ છે.

એન્ડ્રોઇડ મોબાઇલ યુઝર્સે તેમના ફોનમાં અપગ્રેડ ઓપરેટિંગ સિસ્ટમ હોવી ફરજિયાત છે. સામે પક્ષે તમારા મિત્ર પાસે આ વર્ઝન પહેલાથી હોવું જરૂરી છે. જે બાદ મિત્ર તમને વૉટ્સએપ અને વોઇલા પર કોલ કરતા આ સેવા એક્ટિવેટ બની જશે.

એન્ડ્રોઇડ કિટકેટ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા યુઝર્સ જ આ સેવાનો લાભ લઈ શકશે. તેથી નીચેની ઓએસ ધરાવતા ગ્રાહકોને વોઇસ કોલિંગ એક્ટિવેશન દરમિયાન સિસ્ટમ અપગ્રે઼ડ કરવાનો મેસેજ આવે છે.

મળતા અહેવાલો પ્રમાણે વૉટ્સએપે હાલ આ સેવા પ્રાયોગિક ધોરણે શરૂ કરી હોવાનું જણાય છે. ઘણા યુઝર્સે તેને એક્ટિવ કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે કેટલાક ફોનમાં તે શક્ય બન્યું નથી.

WhatsApp Voice Calling

દુનિયાભરમાં હાલ ૬૦૦ મિલિયન મોબાઇલ યુઝર્સ વૉટ્સએપનો ઉપયોગ કરે છે.

કોલિંગ માટે વૉટ્સએપનું 2.11.528. સપોર્ટ કરી રહ્યું છે. વૉટ્સએપ કોલિંગ ફિચરલમાં ‘કોલ્સ’ નામનું નવું ટેબ જોવા મળે છે. ટેબ અંતર્ગત કોલ હિસ્ટ્રી સ્ટોર થયેલી જોઈ શકાય છે. ચેટ વિન્ડોની ઉપરની બાજુએ કોલ ફિચર જોઈ શકાય છે. આ સેવા દ્વારા મોબાઇલ ધારકો ઇન્ટરનેટ ચાર્જીસ સાથે કોલ કરી શકશે.

WhatsApp Voice Calling

વૉટ્સએપ કોલિંગ માટે એન્ડ્રોઇડ લોલિપોપની જરૂરિયાત નથી, તે કિટકેટમાં એક્ટિવ કરી શકાય છે.

નવા અપડેટ પ્રમાણે વૉટ્સ એપનું 2.11.531 વર્ઝન વધુ ઉપયોગી નીવડે છે, જેને કંપનીની સાઇટ પરથી સીધું ડાઉનલોડ કરી શકાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,635 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 × 7 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>