વેજિટેબલ ઉત્તપમ

સામગ્રી

vegetable uttapam | Janvajevu.com

– ૩ કપ ચોખા
– ૧ કપ અડદ દાળ
– મીઠું સ્વાદ અનુસાર
– ટમેટા, કેપ્સિકમ, ડુંગળી, લીલા મરચા, કોથમીર આ બધુ જ ઝીણું સમારીને મિક્સ કરી લો.

રીત

 

vegetable uttapam | Janvajevu.com

ચોખા, દાળ તથા મેથી દાણાને અલગ અલગ પાણીમાં ૭ થી ૮ કલાક પલાળી રાખો. ત્યારબાદ દાળ – ચોખાને અલગ અલગ એક્દમ ઝીણું ક્રશ કરો. મેથી દાણાને પણ ક્રશ કરી એમાં ભેળવી દો. બધું મિક્સ કરી મીઠું નાખી ખીરાને ૭ થી ૮ કલાક આથો લાવવા રાખી મૂકો.આથો આવી જાય પછી બનાવતી વખતે ખીરામા પાણી ઉમેરી થોડું પાતળું કરો. અને એકાદ ચમચો તેલ ઉમેરો જેનાથી ઉત્તપમ પોચા બનશે.નૉનસ્ટિક તવી પર ચમચા વડે ખીરુ પાથરી તેને ફેલાવી દો . ઉપરથી ઝીણા સમારેલા ટમેટા, કેપ્સિકમ, ડુંગળી, લીલા મરચા, કોથમીર આ બધુ જ ભભરાવી સહેજ દબાવી દો. અને ફરતે અને ઉપર જરા જરા તેલ છાંટીને ધીમા તાપે ચડવા દો. બંને બાજુ સારી રીતે ચડી જાય એટલે ઉતારીને સાંભાર સાથે પીરસો.

vegetable uttapam | Janvajevu.com

સૌજન્ય

રસોઈની રાણી

Comments

comments


8,954 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + = 6