વેકેશનમાં વાઇલ્ડલાઇફની મુલાકાત લેવી છે, આ છે ભારતના બેસ્ટ પ્લેસ

Vacation Visiting Wildlife, The Best Place in India

દાંડેલી, ગોવા

રજાઓના દિવસો આવી રહ્યા છે અને સાથે જ રિલેક્સ થવાને માટે તમે કશે બહાર ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હશો. આ સમયે જો તમે વાઇલ્ડ લાઇફને અનુભવવા અને તેની મજા લેવા ઇચ્છો છો તો આ પ્લેસ તમારા માટે બેસ્ટ હોઇ શકે છે. શહેરના શોરબકોરથી દૂર બહાર જવા ઇચ્છો છો તો તમે અહીં આંખોને ઠંડક આપે તેવી લીલોતરી ભરી જગ્યાઓએ જઇ શકો છો. અહીં તમને રાહત મળે છે અને શાંતિ પણ.

દાંડેલી એ જગ્યા છે જ્યાં વાઇલ્ડલાઇફની મજા લઇ શકાય છે. એક ઓપન-જીપ કે સફારી લો, તેનાથી તમે નેચરનો આનંદ પણ લઇ શકો છો. દાંડેલી વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીમાં અનેક વાઘ, લેપર્ડ અને બ્લેક પંથર્સ પણ છે. હવે આ જગ્યા વાઇટ વોટર રેફ્ટિંગને માટે જાણીતી બની છે. ગાઇડની સાથે તમે અહીં ગાઢ જંગલમાં ટ્રેકિંગની મજા પણ લઇ શકો છો. આ જગ્યા એ લોકોને ખાસ પસંદ આવી શકે છે જે બર્ડ લવર્સ છે. અહીં 200થી વધારે સ્પીશીઝ મળે છે.

ફરવા જવા માટેનો બેસ્ટ સમય- ઓક્ટોબરથી માર્ચ

Vacation Visiting Wildlife, The Best Place in India

કાઝીરંગા, આસામ

કાઝીરંગા નેશનલ પાર્કની ખાસિયત છે કે અહીં સુંદર આસમાન છે અને તેની વચ્ચેથી બ્રહ્મપુત્રા નદી નીકળે છે. અહીંના જંગલની સાથે સવાના ગ્રાસ લેન્ડને પણ જોઇ શકાય છે. વચ્ચે રિવર આઇલેન્ડ પણ છે. એક શિંગડાવાળા જાણીતા રાઇનોસોરસ પણ આ પાર્કમાં જોવા મળી શકે છે. અહીં આ સિવાય વાઘ, લેપર્ડ અને બાર્કિંગ ડિયરની સાથે જૈંજેટિક ડોલ્ફિન પણ જોવા મળે છે.

Vacation Visiting Wildlife, The Best Place in India

વાયનાડ, કેરળ

કેરળના નીલગીરીમાં આ વાયનાડ શહેર આવેલું છે. આ જંગલમાં સારી રીતે વાઇલ્ડ લાઇફને જોઇ શકાય છે. અહીં હાથી, ગૌર, હરણ, ,સાંબર, લંગૂર, મોટી ખિસકોલીઓ અને સાથે પંખીઓ અને વાધ જોવા મળે છે. વાયનાડના કંટ્રીસાઇડ પર પગપાળા પ્રવાસ મુશ્કેલ હોય છે. આ સમેય તમે અહીં રહેનારાની સાથે વાતચીત કરી શકો છો. મસાલાની ખેતી પણ અહીં જોવા મળે છે. માટીથી બનેલી ચીજોની દુકાનો અહીં જોવા મળે છે અને આસપાસના લહેરાતા ખેતરોની પણ મુલાકાત લઇ શકાય છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,885 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 × 3 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>