વેકેશનમાં ફરવાની સાથે ફૂડ અને લક્ઝરીની મજા આપશે આ ખાસ રેસ્ટોરાં

summmer visit this restaurants which gives feel like king

summmer visit this restaurants which gives feel like king

વેકેશનની સીઝન આવી રહી છે અન સાથે દરેક વ્યક્તિ પોતાના વેકેશનમાં ક્યાં ફરવા જવું તેનું પ્લાનિંગ કરી રહ્યા છે. જ્યારે તમે ફરવા જવાનું નક્કી કરો છો ત્યારે તમારે તમારા આનંદને બનાવી રાખવાને માટે પ્લેસની સાથે ફૂડ, સુવિધાઓ અને તમારા રિલેક્સેશનનું ધ્યાન પણ રાખવા જેવું હોય છે. જો તમે એવી જગ્યા પસંદ કરો છો કે જેની મુલાકાત લેતી સમયે તમારે ખૂબ જ ચાલવું પડે તો તમે થાકી જશો અને ફરવાની મજા લઇ શકશો નહીં.

આ વેકેશનમાં પ્લેસની સાથે એવી રેસ્ટોરાંની મુલાકાત લો જ્યાં તમને ફૂડની દરેક પ્રકારની ફેસિલિટી મળી રહે અને સાથે જ તેની લક્ઝરી તમને રાજા મહારાજાઓની જેવો અનુભવ પણ કરાવે. જે તમારા માટે એક યાદગાર બની રહે.

MIDSUMMER HOUSE, CAMBRIDGE

મીડસમર હાઉસ, કેમબ્રીજ 

રિવર કૈમની પાસે આવેલો એક આલિશાન વિક્ટોરિયન વિલા છે જે કૈમ્બ્રિજ યુનિર્વસિટીની ખૂબ જ નજીક આવેલો છે. તેની આસપાસનો અદભૂત દ્રશ્યો જોવાલાયક છે. સાથે શેફ પેટ્રન અને ડૈનિયલ ક્લિફોર્ડના ક્રિટિકલી એક્લેમ્ડ ક્વિજિનની મજા પણ લઇ શકાય છે. હાલમાં જ આ રેસ્ટોરન્ટને હમણાં જ ટ્રિપએડવાઇઝર ટ્રેવલર સાઇટે દુનિયાની બેસ્ટ ડાઇનિંગ રેસ્ટોરન્ટનો અવોર્ડ પણ આપ્યો છે. અહીંની ખાસ ડિશની વાત કરવામાં આવે તો સ્મોક્ડ હૈડૉક, ક્રિસ્પી હેન્સ એગ્સ અને લેમન પૉસેટનો સમાવેશ કરાય છે.

GYMKHANA, MAYFAIR

GYMKHANA, MAYFAIR

જીમખાના મેઇફેર

જો તમને સ્પાઇસી ખાવાનાનો શોખ હોય તો તમે 2014ના નેશનલ રેસ્ટોરન્ટ ઓફ ધ ઇયર, જિમખાનામામાં જઇ શકો છો. કમ્યુનલ ઇટિંગને ધ્યાનમાં રાખીને આ રેસ્ટોરન્ટ બનાવવામાં આવી છે. કટ ગ્લાસ વોલ લેમ્પસ અને ડાર્કલૈકર્ડ ઓક સીલિંગની નીચે પરિવાર ખાસ ભોજનની મજા લઇ શકે છે. આ રેસ્ટોરાંનું ઇન્ટિરિયર બ્રિટિશ રાજથી આર્કષિત થઇને બનાવવામાં આવ્યું છે. અહીંનું ખાસ સ્વાદિષ્ટ ભોજન તમને અહીં આર્કષે છે. અહીંની ખાસ ડિશમાં અચારી રો-ડિયર ચોપ્સ જે તંદૂરથી સર્વ કરવામાં આવે છે. આ સિવાય ઓબરજિન ભરતા ચટણીમાં જંગલી બ્રાઉન પણ જાણીતા છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,209 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 × 1 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>