વીતેલો સમય ક્યારેય પાછો નથી આવતો….!!

dreamstime_s_37027224

એક મિનીટ લાગશે અચૂક વાંચજો પતિ ~ પત્નીના સંબંધનો નજરીયો બદલાય જશે.

લોકો કહે છે કે, એકલા આવ્યા અને એકલા જવાનું !!!!! શું લઇ આવ્યા અને શું લઇ જવાનું !!!!!!!!

આ વાત તદ્દન સાચી છે, પરંતુ તેના કરતા પણ વધારે સાચી અને વધારે મહત્વની વાત એ છે કે એકલા આવ્યા અને એકલા જવાનું એ ખરું, પરંતુ એકલા જીવવાનું શક્ય છે ???

જીવનસાથી વિના જીવન પસાર કરવું કેટલું મુશ્કેલ છે.??? જનાર વ્યક્તિ આમ તો કશું લઇ જતી નથી અને છતાં આપણુ સર્વસ્વ લઇ જાય છે.

જીવનસાથીની કદર કરતાં શીખો. તેની અવગણના કે અવહેલના કદી ના કરશો. જીવન સાથી માંથી ” જીવ” નીકળી જાય પછી કેવળ “ન” સાથી રહી જાય છે. પછી કશામાં જીવ લાગતો નથી.

ઘરમાં બેઠા હોઈએ ત્યારે ઘડીકમાં તેના અવાજનો રણકો કાનમાં સંભળાય છે, યાદોનો ગડગડાટ દિલમાં ગુંજી ઉઠે છે, ખાલી મકાનમાં પડઘા પડતા હોય તેમ તેના પડઘા મનમાં પડે છે. પણ આ બધું થોડી જ વારમાં ભ્રમ સાબિત થાય છે.

xmariage-1.jpg.pagespeed.ic.ymOYiAfcPg

ખાવાના મેજ ઉપર તેની ભાવતી વાનગી જોઇને આંખની પાંપણ આપોઆપ ભીની થઇ જાય છે. બહાર નીકળતા એની એ જ દુનિયા અને એના એ જ લોકો અજાણ્યા લાગવા માંડે છે.

જીવન સાથી સાથે વિતાવેલ સમય અને સ્મરણોનું ગૂંચળું ગળામાં ડૂમો બની જાય છે. આંખના આંસુ પણ થિજી જાય છે. માટે કહું છું કે આજથી અને અત્યારથી જ તમારા જીવન ~ સાથીની કદર કરતા શીખો.

ક્યારેય વિચાર કર્યો છે કે જીવનસાથી વિદાય લે તો શું દશા થાય ????

વિચાર ન કર્યો હોય તો આજે જ કરજો અને આજથી તમારી પ્રિય વ્યક્તિને અસીમ પ્રેમ કરવાનું શરુ કરી દેજો અને સ્નેહવર્ષાથી નવડાવી દેજો. અને સામે તમારી પ્રિય વ્યક્તિના પ્રેમને ઝીલવા અને તેનું સન્માન કરવા તત્પર રહેજો.

તમારી પ્રિય વ્યક્તિને દિલથી જણાવો કે તું છે તો આ બધું છે. કારણ કે તું છે તો હું છું. તું ન હોય તો હું સાવ એકાકી. તારા વગર આખું જગ સૂનું.

જે આજે પ્રેમ નથી કરી શકતો તે પાછળથી પસ્તાય છે. ચાલી ગયેલી આજ ક્યારેય પાછી નથી આવતી,  અને ચાલી ગયેલી વ્યક્તિ પણ !!.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,825 views
Tagged

facebook share