ઈંડોનેશિયાના વનોમાં એક અજબ પ્રકારનું ફૂલ ઉગે છે જેને રેફલેસિયા કહે છે. તેને કોઈ ડાળી કે પાન હોતું નથી. બીજા છોડની ડાળીઓ કે મૂળ પર ઉગવાને કારણે તેને પેરાસાઈટ પ્લાન્ટ માનવામાં આવે છે.
આનું નામ rafflesia arnoldii (રાફ્લીસિયા આર્નોલ્ડ) છે. આ મુખ્યત્વે ઈંડોનેશિયા સિવાય મલેશિયા માં પણ ઉગે છે. આની વિશેષતા એ છે કે તે વિશ્વનું સૌથી મોટું ફૂલ છે, જેની પહોળાઈ ૧૦૦ સેમી હોય છે. પૂર્ણ વિકસિત ફૂલનું વજન ૧૦ કિલોગ્રામ થઈ જાય છે. તેની શોધ સૌથી પહેલા ડો.જોસેફ આર્નોલ્ડે કરી હતી.
આ બીજા ફૂલો જેમ નથી ઉગતું. આ જમીન ની અંદર જ પોતાન જડમૂળ સાથે ઉગીને બહાર ફેલાય જાય છે. જયારે આ ફૂલ ખીલીને તૈયાર થઇ જાય છે ત્યારે આને જોવા માટે લોકોની પડાપડી તવા લાગે છે.