વિશ્વનું પ્રથમ સૌર વિમાન દુનિયાની સફરે નીકળ્યું

solar-plane-1

ટેક્નૉલોજી ક્ષેત્રે મહત્વની સિદ્ધી ગણાતા સ્વીટ્ઝલેન્ડના સૌર વિમાને તેની વૈશ્વિક યાત્રાનો પ્રારંભ કર્યો છે. અબુ ધાબીથી શરૂ થયેલા વિશ્વ પ્રવાસમાં આ વિમાનમાં કોઈ જ પ્રકારના ઈંધણનો ઉપયોગ નહીં કરવામાં આવે, તે સંપૂર્ણ પણે સૌર ઊર્જા આધારિત છે. સોલાર ઇમ્પલ્સ વિમાન બનાવનાર એન્ડ્રે બોર્સબર્ગે આ સિંગલ સિટર વિમાન સાથે અહીંના અલ બતીન એક્ઝિક્યુટિવ એરપોર્ટથી ઉડાન ભરી હતી. બોર્સબર્ગ અને સાથી સંસ્થાપક બર્ટાન્ડ પિકાર્ડ આ યાત્રા દરમિયાન વારાફરતી વિમાન હંકારશે.

આ બંને પાયલટે જણાવ્યું કે તેમની આ યાત્રા દ્વારા પરંપરાગત ટેક્નૉલોજીને સ્થાને સ્વચ્છ અને અસરકારક ટેક્નૉલોજીના ઉપયોગને પ્રોસ્તાહન આપવાનો હેતુ ધરાવે છે. વિમાન અંદાજે દસ કલાકના અંતરે ઓમાનના મસ્કતમાં પહોંચ્યું હતું.આ વિમાને અગાઉ પાંચથી છ દિવસની મુસાફરી કરીને પેસેફિક અને એટલાન્ટિંક મહાસાગરની યાત્રા કરી હતી.

અત્યંત હળવું એવું સોલાર ઇમ્પલ્સ 2 એ અગાઉ પાંચ વર્ષ દરમિયાન ઉડેલા વિમાન કરતા મોટું છે, તે કાર્બન ફાઇબરની મદદથી બન્યું છે, જેમાં ૧૭૨૪૮ સોલાર સેલ બેસાડવામાં આવ્યા છે, જે વિમાનને ઈંધણ પૂરું પાડે છે. આ સોલાર સેલ સૂર્ય આથમ્યા બાદ પણ વિમાનની લિથિયમ પોલિમર બેટરીને ચાર્જ કરે છે.

૨૬મી ફેબ્રુઆરીએ યુએઈની રાજધાની અબુ ધાબી સ્થિત શેખ ઝાયદ મસ્જિદ પરથી ઉડાન ભરી રહેલા સોલાર વિમાનની તસવીર
૨૬મી ફેબ્રુઆરીએ અબુ ધાબી સ્થિત શેખ ઝાયદ મસ્જિદ પરથી ઉડાન ભરી રહેલા સોલાર વિમાનની તસવીર

The world's first solar plane broke the world Alps

વિમાન બનાવનાર કંપનીના જણાવ્યા અનુસાર આ વિમાન ૭૨ મિટરની પાંખો ધરાવે છે જે બોઇંગ ૭૪૭ કરતા મોટી છે, પરંતુ તેનું વજન એક કાર જેટલું અંદાજે ૨૩૦૦૦ કિલો ગ્રામ છે. ગત વર્ષે વિમાન તૈયાર થયા બાદ તેણે બે સ્વીટ્ઝરલેન્ડ આસપાસના વિસ્તારમાં બે કલાકની પહેલી પ્રારંભિક ઉડાન ભરી હતી.

ઓમાન થઈને આ સૌર વિમાન ભારત તરફ રવાના થશે. જ્યાં તે અમદાવાદ અને વારાણસીમાં રોકાવાનું છે. જે બાદ ચીન અને મ્યાનમાર થઈને હવાઈ પહોંચશે. ત્યાર બાદ ફોઈનિક્સ, અરિઝોના અને ન્યૂયોર્કમાંની સફર કરતા એટલાન્ટિકના રસ્તે થઈ યુરોપ અથવા મોરેક્કોના રોકાણ બાદ અબુ ધાબીમાં તેની વૈશ્વિક સફર પૂર્ણ થશે. વિમાન સાથે બંને પાયલટ જુલાઈ અથવા ઓગસ્ટમાં પાછા ફરે તેવી શક્યતા છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,200 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 × 6 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>