રશિયામાં જન્મેલી ઝ્લાતા તેના શરીરને અદભુત રીતે બેન્ડ કરી શકે છે. તેણે વર્ષ ૨૦૧૫માં કેલેન્ડર માટે ખાસ ફોટોશૂટ કરાવ્યું હતું અને તેને ‘વર્લ્ડ્ઝ બેન્ડીએસ્ટ મહિલા’નું ખિતાબ પણ આપવામાં આવ્યું છે.
28 વર્ષીય ઝ્લાતા નું વાસ્તવિક નામ જુલિયા છે અને તે માત્ર ચાર વર્ષની હતી, ત્યારથી તે પોતાનું શરીર મરડી શકે તેવી આવડત ધરાવે છે. તે એક અમૂર્ત આધુનિક કલા ધરાવે છે, અને તે પોતાના વ્યાયામ માટે હવે જર્મનીમાં રહે છે. ઝ્લાતા ની આ અદભુત કળા જોઇને કોઈ પણ આશ્ચચકિત થઇ જશે.
તેની પાસે એવી કળા છે કે તે તેના શરીર ને કોઈ પણ આકાર આપી શકે છે. તે પગ અને હાથ વીંટાળી અદભૂત આકારો બનાવી શકે છે. પોતાની આ અનોખી સોનેરી સુગમતા માટે ઘણા વિશ્વમાં રેકોર્ડ તોડ્યા છે.