પેરીસનું નામ સાંભળતા જ આપણા મનમાં એફિલ ટાવર યાદ આવે ખરું ને? ફ્રાંસની રાજધાની પેરીસમાં એફિલ ટાવર આવેલ છે, જેણે 31 માર્ચ, 1889 ઇ.સ માં બનાવવામાં આવ્યો હતો. જેવી રીતે ભારતનો તાજમહેલ ભારતની શાન છે તેવી જ રીતે એફિલ ટાવર પણ ફ્રાંસની પહેચાન અને સંસ્કૃતિનું પ્રતિક છે.
* પેરીસ વિશ્વના સુંદર, સુવ્યવસ્થિત અને મનમોહક શહેરોમાંથી એક છે. આ સ્વપ્નીલ શહેરની વચ્ચોવચ ‘સીન નદી’ વહે છે, જેના કિનારે એફિલ ટાવર બનેલ છે. એફિલ ટાવરને ‘ગુસ્તાવ એફિલ’ નામના વ્યક્તિ દ્વારા બનાવવામાં આવ્યો હતો, તેમના જ નામ પર ‘એફિલ ટાવર’ નામ પાડવામાં આવ્યું.
* આની સ્થાપના 1889 માં ‘વેશ્વિક મેળા’ તરીકે કરવામાં આવી હતી. જયારે આનું નિર્માણ કરવમાં આવ્યું ત્યારે આને વિશ્વની સૌથી ઉંચી ઈમારતનો દર્જો આપવામાં આવ્યો હતો. આજ આની ઊંચાઈ 324 મીટર છે, જે પરંપરાગત રીતે 81 માળની ઇમારતની ઊંચાઈ બરાબર છે. આને 1889 માં ફ્રેન્ચની ક્રાંતિના 100 વર્ષ પૂર્ણ થયા ની ખુશીમાં બનાવ્યો હતો.
* એફિલ ટાવર મેટલ (ધાતુ) થી બનેલો છે. તેથી આ શિયાળામાં 6 ઇંચ સુધી સંકોચાયા જાય છે. એફિલ ટાવરને અત્યાર સુધી 25 કરોડ લોકો જોઈ ચુક્યા છે. દરવર્ષે આને જોવા માટે 70 મિલિયન લોકો આવે છે.
* દરરોજ રાત્રે અંધારું થયા પછી 1 વાગ્યા સુધી અને ઉનાળામાં 2 વાગ્યા સુધી એફિલ ટાવરને રોશનીની ઝળહળાટ કરવામાં આવે છે, જેથી દુર દુર સુધી પણ આની રોશની ફેલાઈ રહે.
* આમાં ગ્લાસથી બનેલ ત્રણ ફ્લોર છે. એફિલ ટાવરના પહેલા માળનું ક્ષેત્રફળ 4200 ચોરસ મીટર છે. આ માળની ચારેબાજુ એક જાળીદાર બાલ્કની લગાવેલ છે જેમાં યાત્રીઓ માટે દૂરબીન રાખેલા છે. આ દૂરબીનને કારણકે પર્યટન ટાવરથી દુર-દુરના નઝારાઓ જોઈ શકે છે. આ માળ સમગ્ર રીતે કાંચના બનેલ છે.
* અંદરના માળમાં ગુસ્તાવ એફિલની ઓફીસ છે, જે સંપૂર્ણપણે કાંચથી બનેલ છે અને જેની અંદર તેની વિશાળ પ્રતિમા છે. આ વિશાળકાય ટાવરની મુલાકાત લેવા માટે તમારે ટીકીટ તેવી પડે છે.