વિશ્વની વિવિધ સંસ્કૃતિઓ, જ્યાં અનુસરાય છે આવી વિચિત્ર પરંપરાઓને

પરંપરા નિભાવતા ચીનનાં લોકો

The world's different cultures, where preceded such a strange traditions

વિશ્વના જુદા-જુદા વિસ્તારોમાં અનેક એવી સભ્યતાઓ આજે પણ હયાત છે, જેને લોકો નિભાવે છે. વિચિત્ર પરંપરાઓ અનુસરાતી હોય તેવા દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. અહીં રજૂ કરવામાં આવેલી કેટલીક પરંપરાઓ તો બહુ જ વિચિત્ર છે. આ પરંપરાઓમાં કોઈમાં મરેલા લોકોના શરીરને માણસો ખાઈ જાય છે તો ક્યાંક તેની અસ્થિઓને ખાવાની પ્રથા છે. એવામાં આજ અમે આપને વિશ્વની 7 આવી જ વિચિત્ર પરંપરાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે અજીબો ગરીબ છે.

ગર્ભવતી મહિલાને તેડીને કોલસા પર ચાલવાની પરંપરા

ચાઇનીઝ સંસ્કૃતિને અનુસરતા ચીનનાં ઘણા સ્થળોએ ગર્ભવતી પત્નીઓને પતિ ખભા પર ઉપાડીને બળતા કોલસાઓ પર ચાલે છે, આ પરંપરા હેઠળ પતિએ બાળકના જન્મ પૂર્વે પત્નીને ખભા પર બેસાડી આ બળતા કોલસાઓ પર ચાલવું પડે છે. લોકો માને છે કે, આમ કરવાને કારણે ગર્ભવતી મહિલાને બાળકને જન્મ આપતા સમયે થતી પીડા ઓછી થઇ જાય છે.

મૃત વ્યક્તિઓના અસ્થિ ખાવાની પરંપરા

બ્રાઝીલ અને વેનેઝુએલામાં કેટલાક આદિવાસી સમુદાયના લોકો પોતાના મૃતક સંબંધીના અસ્થિઓને ખાઈ જાય છે. તમને જાણીને ભલે આશ્ચર્ય થઈ રહ્યુ હોય, પરંતુ આ હકીકત છે. આ પરંપરા અંતર્ગત જો કોઈ વ્યક્તિનું મોત થઈ જાય તો તેના શબને સળગાવી દેવાયા બાદ બચેલા હાડકા અને રાખને ખાઈ જાય છે. તેને ખાવા માટે લોકો કેળાના સુપનો ઉપયોગ કરે છે.

ભારત: બાળકોને ધાબા પરથી ફેંકવાની વિચિત્ર પરંપરા

The world's different cultures, where preceded such a strange traditions

તમને જાણીને આશ્ચર્ય થશે કે આજે 21મી સદીમાં પણ ભારતમાં ઘણા એવા ગામો છે, જ્યાં પરંપરાઓના નામે નાના બાળકોને ધાબા પરથી ફેંકવામાં આવે છે.

મહારાષ્ટ્રનાં સોલાપુર ખાતે બાળકોને 50 ફૂટના ટાવર પરથી ફેંકવામાં આવે છે. તે સમયે અમુક લોકો બાળકોને સુરક્ષિત પકડવા માટે નીચે એક લાંબી ચાદર લઇને ઉભા હોય છે. આ પરંપરાને માનનારા લોકો પ્રમાણે આમ કરવાથી બાળકોનું ભાગ્ય ચમકે છે અને તેઓનો ઘણો સારો વિકાસ થાય છે.

આફ્રિકા: જાદુ અને વશીકરણ

આફ્રિકન આદિવાસીઓ સાથે જોડાયેલા અનેક ફેક્ટસ અવારનવાર વાંચવા તેમજ સાંભળવા મળે છે. પરંતુ સામાન્ય લોકો વચ્ચે પણ અને વિચિત્ર પરંપરાઓનું પ્રચલન હોય છે. આવી જ એક પરંપરા પશ્ચિમી આફ્રિકાના વોડુન ધર્મના લોકો નિભાવે છે. આ સમુદાયના લોકો જંગલોમાં ત્રણ દિવસ સુધી કંઈપણ ખાધાપીધા વિના રહે છે. આ દરમિયાન તે પોતાની આત્મા સાથે પોતાને જોડે છે અને જાદુ-વશીકરણ શીખે છે.

સ્પેનમાં અનુસરાતી અેલ કોલાચો પરંપરાની ફાઇલ તસવીર

The world's different cultures, where preceded such a strange traditionsThe world's different cultures, where preceded such a strange traditions

બાળકો પરથી કૂદે છે શૈતાન

સ્પેનમાં આ વિચિત્ર પરંપરા વર્ષ 1620 થી હજીસુધી અનુસરવામાં આવી રહી છે. સ્પેનનાં લોકોમાં પણ આજેપણ લોકપ્રિય એવી આ વિચિત્ર પરંપરામાં બાળકોને જમીન પર સુવડાવવામાં આવે છે અને તેમના પરથી શૈતાનના પારંપારિક વસ્ત્ર પહેરીને એક વ્યક્તિ કૂદતો હોય છે. ઘણીવાર આ જમ્પમાં બાળકોને ઇજાઓ પણ થઇ હોવાની ઘટનાઓ બની છે, જોકે તેમછતાં સ્પેનમાં તેનું ચલણ ઓછુ નથી થયું.

બંજી જમ્પિંગ

પેસિફિક ટાપુ સમુહ પર રહેતા બનલેપ ગામમાં ઘણી વિચિત્ર પરંપરા નિભાવવાની પ્રથા છે. કોલ નામની પરંપરા લેન્ડ ડાઈવિંગ કે બંજિ જમ્પિંગ કહેવાય છે. આ અંતર્ગત લોકો લાકડાના બનેલા ઉંચા ટાવર પર ચઢી પગમાં દોરડું બાંધી છલાંગ લગાવે છે. તેમની માન્યતા છે કે જેટલી ઉંચાઈથી તે કુદશે, ભગવાન તેટલા જ આશિર્વાદ તેને આપશે. જો કે આ દરમિયાન દોરડું તુટવાનો પણ ડર તો રહે જ છે.

ચીનમાં લટકતા કોફીન

The world's different cultures, where preceded such a strange traditionsThe world's different cultures, where preceded such a strange traditions

હેંગીંગ કોફિન, ચીન

ચીન વિવિધ પ્રકારની વિચિત્રતાઓને કારણે પ્રખ્યાત છે. ચીનમાં તોરોજા પ્રજાતિના લોકો પોતાના પરિવારજનોના મૃત્યુ બાદ તેમના મૃતદેહોને કોફિનમાં રાખીને પહાડો પર લટકાવી દેતા હોય છે. આ કોફિન 33 થી 164 ફૂટ ઉંચે લટકાવવામાં આવે છે. ઘણા લોકો કોફિનને 300થી વધુ ફૂટની ઉંચાઇએ પણ લટકાવે છે.

2000 વર્ષોથી અનુસરાતી આ પરંપરા હેઠળ કોફિનોને કઇ રીતે આટલી ઉંચાઇએ લટકાવવામાં આવે છે તે એક રહસ્ય જ છે. ચીન ઉપરાંત ફિલિપિન્સ અને ઇન્ડોનેશિયાના અમુક ભાગોમાં આ પરંપરા અનુસરવામાં આવતી જોવા મળે છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,303 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 4 = 32

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>