વિશ્વના WiFi ઝોન: અહીં પગ મુકોને 10000 વાઇફાઇ કનેક્શન મળી જાય

કેજરીવાલ ફરી દિલ્હીના મુખ્યમંત્રી બનશે અને ફરી તેમને એ વાયદાઓ નિભાવવા પડશે જે આમ આદમી પાર્ટીના મેનીફેસ્ટોમાં છે. શહેરને ભ્રષ્ટાચારથી મુક્ત કરીને સુશાસન આપવા સાથે એક વાયદો દિલ્હીમાં ફ્રી વાઇફાઇ બનાવવાનો છે. પાર્ટીએ કહ્યુ હતુ કે તેઓ શહેરને વાઇફાઇ ઝોનમાં બદલી દેશે. આમ તો આ એક મોટો પડકાર છે, કારણ કે તેમાં ખર્ચો પણ વધારે છે. જો કે ફ્રી વાઇફાઇ એ આજના પરિપેક્ષમાં બહુ નવી વાત નથી.

વિશ્વના ઘણા દેશોના મોટા શહેરોમાં પહેલાથી જ લોકોની સગવડ માટે આ પ્રકારના ફ્રી વાઇફાઇ હોટસ્પોટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર પણ છે. અહીં આ વિશ્વના વાઇફાઇ ઝોન ગણાતા મુખ્ય શહેરોની માહિતી રજૂ કરવામાં આવી છે.

વિશ્વના WiFi ઝોન: અહીં પગ મુકોને 10000 વાઇફાઇ કનેક્શન મળી જાય

સિઓલ, દક્ષિણ કોરિયા

વિશ્વમાં સિઓલ એક સૌથી વધુ સારી રીતે કનેક્ટેડ શહેર છે. જેમાં સરકાર તરફથી ફ્રી વાઇફાઇ હોટસ્પોટ લગાડવામાં આવ્યા છે. આ પ્રકારના 10000 જેટલા ફ્રી હોટસ્પોટ કનેક્શન શહેરીજનોને ઉપયોગમાં લેવા મળે છે. અહીં ફ્રી વાઇફાઇ ઝોન ને લાલ રંગથી દર્શાવવામાં આવે છે, જેનાથી યુઝર્સ તેને ઓળખી શકે છે અને તેને એન્ડ્રોઇડ અને આઇઓએસ પરથી એપ ડાઉનલોડ કરીને પણ મેળવી શકાય છે.

તેલ અવિવ, ઇઝરાયેલ:

વિશ્વના WiFi ઝોન: અહીં પગ મુકોને 10000 વાઇફાઇ કનેક્શન મળી જાય

તેલ અવિવમાં આવતા મુલાકાતીઓ માટે પણ ફ્રી વાઇફાઇ હોટસ્પોટની વ્યવસ્થા કરવામાં આવી છે, જે મુલાકાતીઓ માટે એક મોટુ આકર્ષણ છે. ‘free_tlv’ નેટવર્ક ઘણા સ્પોટ પર મળી રહે છે. દરિયાકિનારા, પાર્ક, હોસ્પિટલ તેમજ અન્ય જરુરી સ્થળો પર આ કનેક્શન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. સરકાર વધુ હોટસ્પોટ પ્લાન કરીને આગળ વધી રહી છે.

ન્યૂયોર્ક, અમેરિકા:

વિશ્વના WiFi ઝોન: અહીં પગ મુકોને 10000 વાઇફાઇ કનેક્શન મળી જાય

ન્યૂયોર્કમાં સરકાર દ્વારા ફ્રી વાઇફાઇ નેટવર્ક લોન્ચ કરવામાં આવ્યો હતો જેમાં 16 પાર્ક અને ટાઇમ્સ સ્ક્વેર, બેટરી પાર્ક ફેરી ટર્મિનલ સહિતના ટુરીસ્ટ સ્પોટનો સમાવેશ તઇ જાય છે. તે સિવાય ન્યૂયોર્કમાં મોટાભાગના રેસ્ટોરાં અને કોફી શોપ્સમાં વાઇફાઇ ઓફર કરે છે. સબવે, પેફોન્સ અને પાર્કમાં પણ ફ્રી ઇન્ટરનેટ કનેક્શન ઉપલબ્ધ છે. ન્યૂયોર્કની સીટી ટુરીસ્ટ ઓફીસ દ્વારા ફ્રી વાઇફાઇ મેપ પ્રકાશિત કરવામાં આવે છે. અત્યારે 36 સબવે સ્ટેશન પર ફ્રી વાઇફાઇ ઉપલબ્ધ છે અને અન્ય 40માં શેડ્યુલીંગ થવાનું છે.

હેલસિન્કી, ફીનલેન્ડ:

વિશ્વના WiFi ઝોન: અહીં પગ મુકોને 10000 વાઇફાઇ કનેક્શન મળી જાય

ફીનલેન્ડના હેલસિન્કીમાં તમે પહોંચો, ત્યારથી તમારા માટે ફ્રી વાઇફાઇ હોટસ્પોટ મળવાના શરુ થઇ જાય છે. તેના માટે આ શહેરનું WLAN કનેક્શન નેટવર્ક આભારી છે. અહીં આવતા મુલાકાતીઓ મોટાભાગના સાર્વજનિક સ્થળોએ પાસવર્ડ ફ્રી નો ઉપયોગ કરી શકે છે. તે સિવાય શહેરની ઘણી બસ અને ટ્રામમાં પણ વાઇફાઇ ઉપલબ્ધ છે.

હોંગકોંગ:

વિશ્વના WiFi ઝોન: અહીં પગ મુકોને 10000 વાઇફાઇ કનેક્શન મળી જાય

અહીં ઘણી ફ્રી સર્વિસીઝનો મુલાકાતીઓ ઉપયોગ કરી શકે છે. તેમાં ફ્રી નેટવર્ક છે જે વાઇફાઇ પાર્ક, વીઝીટર્સ સેન્ટર અને અન્ય ટર્મિનલ્સ પર ઉપલબ્ધ છે. તે સિવાય અહીંનું સીમકાર્ડ નજીવા ડોલરમાં ખર્ચીને શહેરના 12000 જેટલા વધુ હોટસ્પોટનો ફાયદો મુલાકાતીઓ ઉઠાવી શકે છે.

મકાઉ, ચીન:

વિશ્વના WiFi ઝોન: અહીં પગ મુકોને 10000 વાઇફાઇ કનેક્શન મળી જાય

મકાઉમાં ‘Wi-Fi Go’ એક ઓપન નેટવર્ક છે જે દરેક મુલાકાતીઓ માટે ઉપયોગમાં આવી શકે છે. સવારના 8 વાગ્યાથી રાત્રિના 1 વાગ્યા શુધી શરુ રહે છે. શહેરમાં આ પ્રકારના 150 હોટસ્પોટ છે જે વેબથી કનેક્ટ કરીને 45 મિનિટ સુધી બ્રાઉઝીંગ આપે છે. ત્યારબાદ લોગ ઓફ થઇને ફરી કનેક્ટ કરવુ પડે છે.

તાઇપેઇ, તાઇવાન:

વિશ્વના WiFi ઝોન: અહીં પગ મુકોને 10000 વાઇફાઇ કનેક્શન મળી જાય

જો તમે તાઇપેઇ જવાનું વિચારી રહ્યા હો તો, તમને 5000 જેટલા હોટ સ્પોટ ફ્રી માં ઇન્ટરનેટ કનેક્ટ કરવા માટે મળી રહેશે. સરકારના પોર્ટલ પર રજીસ્ટર કરાવીને મુલાકાતીઓ આ સેવાનો લાભ ઉઠાવી શકે છે. તે સિવાય રજીસ્ટ્રેશન વેબસાઇટ પર ઉપલબ્ધ મેપથી એ માહિતી પણ મળી રહે છે કે આસપાસમાં કઇ જગ્યાએ હોટસ્પોટ કનેક્શન ઉપલબ્ધ છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,314 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 1 = 7

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>