વર્લ્ડ નો સૌથી મોટો માલગાડી

World's bigest long train

ચીનથી સ્પેન સુધી 13,000 કિલોમીટરની વિશ્વના સૌથી લાંબા રુટવાળી માલગાડીએ પોતાનો પ્રથમ ફેરો સફળતા પૂર્વક પૂર્ણ કરી લીધો છે. ચીનના જીંસ બજાર કેન્દ્ર યીવુથી સ્પેનના મેડ્રિડ સુધીની મુસાફરીમાં આ માલગાડી અન્ય છ દેશ કઝાકિસ્તાન, રશિયા, બેલારુસ, પોલેન્ડ, જર્મની અને ફ્રાન્સમાંથી પસાર થઇ હતી.

64 માલવાહક ડબ્બા સાથે આ ટ્રેનને 18 નવેમ્બર 2014ના રોજ મેડ્રિડ માટે રવાના કરવામાં આવી હતી. યિવૂથી સ્ટેશનરી, શિલ્પ ઉત્પાદનો અને ક્રિસમસ બજાર સંબંધિત ઉત્પાદનોથી ભરેલી આ માલગાડી 21 દિવસ બાદ મેડ્રિડ પહોંચી હતી. મેડ્રિડથી યિવૂ પરત ફરતા આ ટ્રેનને 24 દિવસનો સમય લાગ્યો હતો. જેમાં વાઇન અને જૈતૂન તેલ જેવી ઘણી લોકપ્રિય સ્પેનિશ ઉત્પાદનોને ચીન મોકલવામાં આવ્યા હતા.

World's bigest long train

યીવૂએ ચીનનાં પૂર્વીય ક્ષેત્રમાં સ્થિત શહેર છે, જ્યાંથી આ ટ્રેન લગભગ સંપૂર્ણ ચીન અને સમગ્ર દક્ષિણી યૂરોપને પાર કરીને સ્પેન પહોંચી હતી. યીવૂ ચીનનો સૌથી મોટો કોમોડિટી બજાર છે. અહીંથી સૌથી ઓછી કિંમતે મળતા ઉત્પાદનોને કારણે આ શહેરને વિશ્વનું જથ્થાબંધ બજાર પણ ગણવામાં આવે છે અને આ બજારના સૌથી મોટા આયાતકાર દેશમાં ભારત પ્રથમ ક્રમે છે. દર વર્ષે 3 લાખ ભારતીયો ખરીદી માટે યીવૂ જાય છે. ચીન અને સ્પેન વચ્ચેની આ માલગાડી ચીનની સિલ્ક રુટ આર્થિક ક્ષેત્ર અને મેરિટાઇમ સિલ્ક રોડ યોજના હેઠળ શરુ કરવામાં આવી છે.

World's bigest long train

World's bigest long trainWorld's bigest long trainસૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,971 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 × = 2

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>